વાળ એક વખતમાં જ બની જશે કાળા અને સિલ્કી, અજમાવો મહેંદી નો આ ઉપાય

વર્તમાન સમયમાં સ્ત્રીઓ અને પુરુષોને સૌથી વધારે નડતી સમસ્યા છે ખરતા વાળ. પ્રદૂષણ અને સતત ખરાબ થતા પાણીના કારણે વાળ વધારે પ્રમાણમાં ખરે છે. સાથે જ અકાળે સફેદ પણ થઈ જતા હોય છે. તેવામાં યુવક અને યુવતીઓ વાળને કાળા લાંબા અને સ્વસ્થ રાખવા માટે બજારમાં મળતી કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. આ પ્રોડક્ટ મોંઘી હોય છે પરંતુ તેની અસર લાંબો સમય રહેતી નથી.

પરંતુ આજે તમને એક એવો ઉપાય જણાવીએ જેને અજમાવવાથી નાની ઉંમરમાં વાળ સફેદ પણ નહીં થાય અને વાળ ખરતા પણ અટકશે. જો તમારા વાળ સફેદ થયા પણ હશે તો તે ધીરે ધીરે કાળા થવા લાગશે. આ ઉપાય કરીને તમે સફેદ વાળથી કાયમી રીતે મુક્તિ મેળવી શકો છો.

આ આયુર્વેદિક ઉપાય ની મદદથી વાળ ચમકતા અને કાળા રહે છે. તેના માટે સૌથી પહેલા આમળાનો પાવડર લેવાનો છે. તેને અડધા લિટર પાણીમાં મિક્સ કરીને એક ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. આમળાની રાત્રે જ પાણીમાં પલાળી દેવા અને પછી સવારે આ પાણીને ઉકાળવું.

પાણી ઉકળી જાય પછી તેમાં બે ચમચી અરીઠા નો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી ઠંડુ કરો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે પછી તેમાં લીંબુનો રસ ઉમેરીને તેને વાળના મૂળથી લઈને છેડા સુધી લગાડો. આ મિશ્રણને 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો અને પછી પાણીથી સાફ કરી લો. આ ઉપાય અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરવાથી વાળ કાળા થશે અને કુદરતી ચમક પણ વધશે.

આ ઉપાય ઉપરાંત મહેંદી ના પાવડર નો ઉપયોગ પણ કરી શકાય છે. મહેંદી ના આ ઉપાય અજમાવવાથી મગજને શાંતિ પણ મળે છે. તેના માટે મહેંદી નો પાવડર અને શિકાકાઈ પાવડર સમાન માત્રામાં લઈને તેમાં પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. તેમાં થોડું બદામનું તેલ પણ ઉમેરીને હવે આ મિશ્રણને વાળમાં લગાડો અને 30 મિનિટ પછી વાળને ધોઈ લેવા. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરશો એટલે સફેદ વાળથી કાયમી મુક્તિ મળી જશે.

Leave a Comment