વાહ ખજુરભાઈ વાહ….. વરસાદના કારણે હેરાન થતી મહિલાની તકલીફ જોઈ મદદ કરવા પહોંચી ગયા ખજૂર ભાઈ, વાંચો ખજૂરભાઈની દાતારીની વધુ એક ઘટના વિશે

છેલ્લા એક વર્ષથી ખજૂર ભાઈએ લોકોની મદદ કરીને ભારે નામના મેળવી છે. આજના સમયમાં સ્થિતિ એવી છે કે સામાન્ય અને ગરીબ માણસની સામે જો ખજૂર ભાઈનું નામ લેવામાં આવે તો તે ખુશખુશાલ થઈ જાય છે. અત્યાર સુધીમાં અનેક લોકોની મદદ ખજૂર ભાઈ કરી ચૂક્યા છે. મુસીબતમાં ફસાયેલા લોકો માટે ખજૂર ભાઈ દેવદૂત બની ચૂક્યા છે. ખાસ કરીને બે વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર પર ત્રાટકેલા વાવાઝોડા પછી લોકોની જે ખરાબ હાલત થઈ હતી તેમાં હજારો લોકોને ખજૂર ભાઈએ મદદ કરી હતી.

વાવાઝોડાના કારણે પોતાનું ઘર ગુમાવી દેનાર અનેક લોકોને ખજૂર ભાઈએ ઘર બનાવી આપ્યું હતું. તે સમયે લોકોની ખરાબ હાલત જોઈને ખજૂર ભાઈ પણ તેમની વચ્ચે જ રહી ગયા અને તેમની સેવા કરવાની શરૂ કરી. તેમણે અનેક લોકોને નવા મકાન બંધાવી આપ્યા.

જોકે આજે પણ જરૂરિયાત મંદ કે તકલીફમાં ફસાયેલા લોકો માટે ખજૂર ભાઈ દેવદૂત બનીને પહોંચી જાય છે. જ્યારે તેમના ધ્યાનમાં આવે કે કોઈ વ્યક્તિ દુઃખી છે અને તેમને મદદની જરૂર છે તો ખજૂર ભાઈ તુરંત જ મદદ માટે પહોંચી જાય છે. તાજેતરમાં જ વલસાડમાં રહેતા વર્ષાબેન ની મદદ માટે ખજૂર ભાઈ પહોંચી ગયા હતા.

વર્ષાબેનના પતિને પેરાલીસીસ છે અને તે પથારીવશ છે. વરસાદના બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદના કારણે તેમનું ઘર પણ પડી ગયું હતું. તેવામાં આ વાતની જાણ ખજૂર ભાઈને થઈ અને તેણે આ પરિવારને મદદ કરવાનું નક્કી કરી દીધું. તેઓ તુરંત જ વર્ષાબેન ની પાસે પહોંચ્યા અને નવું મકાન બનાવી આપ્યું. પહેલા ખજૂર ભાઈએ વર્ષાબેનના તૂટેલા મકાનની મુલાકાત લીધી અને જોયું કે કેવી રીતે મકાન બનાવવું પડશે. ત્યારબાદ દિવસ રાત એક કરીને બે જ દિવસમાં વર્ષાબેન નું નવું મકાન તૈયાર કરી દેવામાં આવ્યું. અત્યાર સુધીમાં માત્ર વર્ષાબેનનું જ નહીં પરંતુ અનેક લોકોના મકાન ખજૂર ભાઈએ બનાવી આપ્યા છે અને તેની પાછળ કરોડો રૂપિયા તેમણે ખર્ચ કર્યા છે.

Leave a Comment