ગુજરાતમાં આમ તો અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે આ મંદિરો તેમના ચમત્કારના કારણે પણ પ્રખ્યાત છે. કહેવાય છે કે જ્યારે ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા હોય ત્યારે તેમને સાચા દિલથી યાદ કરવાથી ફળ અચૂક મળે છે.
કચ્છના કબરાઉ માં પણ માતા મોગલ હાજરાહજૂર બિરાજે છે જે પણ ભક્ત તેમની મનોકામના માતા સામે વ્યક્ત કરે છે તે અચૂક પૂરી થાય છે. બાંતા પૂરી થતાં ભક્તો ગમે એટલો દૂર હોય તો ત્યાંથી પણ કચ્છ દર્શન કરવા પહોંચી જાય છે.
ઘણા ભક્તો તો એવા હોય છે જે માનતા પૂરી થતાં હજારો રૂપિયા માતાના ચરણમાં રાખવા તૈયાર થઈ જાય છે પરંતુ અહીં બિરાજતા મણીધર બાપુ એક પણ રૂપિયો લેતા નથી. તેઓ બધા ભક્તોને કહે છે કે અહીં પૈસાની જરૂર નથી. કબરાઉ ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અહીં આવતા ભક્તોના ચમત્કારના કિસ્સા પણ અદભુત હોય છે.
તાજેતરમાં જ અમેરિકાના લોસ એન્જેલર્સમાં રહેતા એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા કબરાઉ આવ્યા હતા. અમેરિકામાં વસ્તુ આદંપત્તિ કબરાઉ આવ્યું અને ભગવાનના ચરણોમાં હજારો રૂપિયા અર્પણ કર્યા. પરંતુ મણીધર બાપુ એ બધા જ રૂપિયા પરત કરી દીધા અને કહી દીધું કે માતાજીને પૈસાની નહીં પણ ભક્તોની શ્રદ્ધાની જરૂર છે.