વિદેશ જવાના વિઝા ન મળે ત્યારે લોકો રાખે છે આ મંદિરે દર્શન કરવાની માનતા, માનતા રાખવાથી મળી જાય છે વિઝા

આપણા રાજ્યમાં આમ તો ઘણા બધા મંદિરો આવેલા છે. પરંતુ આજે તમને મહેસાણા જિલ્લામાં આવેલા એક અનોખા મંદિર વિશે જણાવીએ. આ મંદિર કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાંલા માતાજીનું મંદિર છે. આ મંદિરને લઈને ભક્તોમાં અનેરી આસ્થા છે. આ મંદિરમાં એવા લોકો માનતા રાખે છે જેમને વિઝા મળવામાં સમસ્યા થતી હોય.

રાજસ્થાન હરિયાણા સહિતના અનેક રાજ્યોમાંથી લોકો અહીં વિઝા માટેની માનતા પૂરી કરવા આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને બીજા ન મળે ત્યારે તેઓ આ મંદિરે દર્શન કરવાની માનતા રાખે તો તેમને વિઝા મળી જાય છે.

આ ગામ 7000 ની વસ્તી ધરાવે છે અને તેમાં ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં સ્થાયી થયેલી છે. મંદિરની અંદર પથ્થરનું એક યંત્ર છે જે 800 વર્ષથી અહીં છે અને તેની જ પૂજા દેવી તરીકે કરવામાં આવે છે. આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો આસ્થા ધરાવે છે. આ મંદિર ખાતે માનતા રાખ્યા પછી જ્યારે તે પૂરી થાય ત્યારે માતાજીને સુખડી અને શ્રીફળનો પ્રસાદ ચડાવવામાં આવે છે જ્યારે મુસ્લિમ સમાજના લોકો અહીં ચાદર પણ ચડાવે છે.

મંદિરના પૂજારીનું કહેવું છે કે આ ગામના 3,000 થી વધુ લોકો હાલ અમેરિકામાં વસવાટ કરે છે આ મંદિરમાં આવતા ભક્તોમાંથી 80% લોકો એવા હોય છે જેમણે વિઝાને લઈને માનતા રાખી હોય અને 90% ભક્તોનું કામ માનતા રાખ્યા પછી અચૂક પૂરું થાય છે.

જણાવી દઈએ કે આ ગામ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ નું પૈત્રક કામ છે. અહીં તેઓ ઘણી વખત દર્શન કરવા આવી ચૂક્યા છે.

800 વર્ષ પહેલા આ મંદિર જે જગ્યાએ બનેલું છે તે જગ્યાએ ખોદકામ કરતાં એક માટીનું યંત્ર નીકળ્યું હતું. ત્યાર પછી આ યંત્રને દેવીનું સ્વરૂપ માનીને લોકોએ તેની પૂજા શરૂ કરી અને અહીં જ મંદિર બનાવી તેની સ્થાપના કરી.

Leave a Comment