વૃદ્ધએ 5000 રૂપિયા આપીને કોર્ટમાં મૂકી પોક, તેની કહાની સાંભળીને જજ પણ થઈ ગયા ભાવુક અને પછી…

આજના સમયમાં લોકો સ્વાર્થ વિના કોઈ પણ કામ કરતા નથી તેમાં પણ વાત સંપત્તિની આવે તો લોકો લોહીના સંબંધને પણ ભૂલી જાય છે. તેવામાં આપણી વચ્ચે ઘણા એવા લોકો પણ છે જે અજાણ્યા લોકોનું દુઃખ પણ જોઈ શકતા નથી.

બિહારના જહાનાબાદમાંથી આવી જ એક ઘટના સામે આવી. અહીં એક વૃદ્ધના દર્દને જોઈને કોર્ટના જજ પણ પીગળી ગયા. જજની દરિયાદિલી આજે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.

તેમની કોર્ટમાં રાજેન્દ્ર તિવારી આવ્યા હતા. તેમને બેંક દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. બેંકની નોટિસ પછી કોર્ટે તેમને કોર્ટમાં હાજર થવા કહેવું હતું. તેમણે બેંકને ₹18,500 ચૂકવવાના હતા કારણ કે તેને લોન લીધી હતી. કોર્ટમાં આવીને રાજેન્દ્ર તિવારીએ કહ્યું કે આજથી 18 વર્ષ પહેલા દીકરીના લગ્ન માટે તેને બેંક પાસેથી લોન લીધી હતી.

દીકરીના લગ્ન માટે તેણે ખૂબ જ કરજ કર્યો અને આ જ સુધી તે સતત કરો જ ચૂકવી રહ્યો છે. તેણે જેમ તેમ કરીને 5,000 રૂપિયા ભેગા કર્યા છે અને એટલા જ રૂપિયા તેની પાસે છે. આટલું કહીને વૃદ્ધ કોર્ટમાં રડવા લાગ્યા. આ જોઈને જજ રાકેશ કુમારનું દિલ પીગળી ગયું અને તેણે બેંકને કહ્યું કે તેના રૂપિયાની રકમ આજે જ તે ચૂકવી દેશે. અને લોકો આ જજની પ્રશંસા કરવા લાગ્યા.

Leave a Comment