બીટ જિલ્લાના એક ગામમાં રોહિણી અને મોહિની ગાડકરે નામની બે બહેનો રહેતી હતી. બંને બહેનો સાંજના આઠ વાગ્યા આસપાસ પોતાના ઘરના દરવાજા પાસે જમ્યા પછી હવા ખાવા ઉભી રહી હતી. તે દરમિયાન જ 22 વર્ષની રોહિણી અને 26 વર્ષની મોહિની નું મોત થઈ ગયું.
બે જ મિનિટમાં બે બહેનો કાળ ને ભેટી ગઈ. થયું એવું કે તેઓ પોતાના ઘરના દરવાજા પાસે ઉભી હતી તેવામાં ઘરની પાસે એક ફૂટપાટ ઝડપે આવતી કાર અથડાઈ. આ ટક્કરમાં બે જ મિનિટમાં બંને બહેનોનું મોત થયું.
રસ્તા પરથી જતી કાર પરથી કારચાલકે કાબુગામ આવ્યો અને ઝડપ વધારે હોવાથી આ કાર બેકાબૂ બનીને રોહિણી અને મોહિનીના ઘરમાં ઘૂસી ગઈ. બંને બહેનોનું ઘરના દરવાજા પાસે જ મોત થઈ ગયું.
પરિવારના લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા પરંતુ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. કારની ઝડપ વધારે હોવાથી બંને બહેનો થોડી સુધી ઢસડાઈ હતી જેના કારણે તેમની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી.
બે સગી બહેનોના એકસાથે મોત થઈ જતા માત્ર પરિવારજનો જ નહીં પરંતુ ગ્રામજનો પણ રોષે ભરાયા હતા. નાનકડી શેરીમાં પૂરપાટ ઝડપે કાર ચલાવતો હોવાથી કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને તેના કારણે બે બહેનોને જીવ ગુમાવવો પડ્યો.
સૌથી કરુણ વાત તો એ હતી કે આ બંને બહેનો નર્સિંગ નો અભ્યાસ કરતી અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતી. તેવામાં એક કાર ચાલકે એક ઘરનું આધાર છીનવી લીધો.