ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર નો પુત્ર અર્જુન તેંડુલકર પણ ક્રિકેટના મેદાન ઉપર પોતાનું કરિયર જમાવી રહ્યો છે. અર્જુન તેંડુલકર એ 14 ડિસેમ્બરે રમાયેલી પ્રથમ રણજી મેચમાં સદી ફટકારી હતી. અર્જુનની આ સદીના વખાણ ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ કરી રહ્યા છે. પરંતુ આજ મેચમાં એક અન્ય ખેલાડી પણ હતો જેણે અર્જુનની સામે શાનદાર ઇનિંગ રમી હતી. જેના વિશે કોઈ ચર્ચા થઈ રહી નથી.
સુયસ પ્રભુ દેસાઈ નામના ખેલાડીએ અર્જુનની સામે શાનદાર ઇનિંગ રમી હતી અને અર્જુન સાથે પાંચમી વિકેટ માટે 220 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
રણજીત ટ્રોફી ની પ્રથમ મેચ ગોવા સામે રાજસ્થાનની હતી. રાજસ્થાની ટોસ્ટ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ બેટિંગમાં 31 રનના સ્કોરમાં અમોન કર નવ રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારે સુ યશ પ્રભુ દેસાઈ બેટિંગ કરવા આવ્યો અને ગ્રીઝની એક બાજુથી બેટિંગ શરૂ કરી. જ્યારે અર્જુન સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે 207 બોલમાં 16 ચોગ્ગા અને બે છગ્ગા ની મદદથી 120 રન બનાવ્યા.
તે સમયે પ્રભુ દેસાઈએ પણ 416 બોલમાં 29 ચોગાની મદદથી 212 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં સુરેશને પ્લેયર ઓફ ધ મેચ નો ખિતાબ પણ મળ્યો હતો. પરંતુ અર્જુન તેંડુલકર ના નામની જ ચર્ચા થઈ રહી છે જેને એક જ સદી ફટકારી હતી આજ મેચમાં બેવડી સદી ફટકારનાર રસના વખાણ કોઈ કરી રહ્યું નથી.
હાલ એવી પણ ચર્ચા થઈ રહી છે કે અર્જુન તેંડુલકર સચિન તેંડુલકર નો દીકરો છે તેથી તેની એક સદીની પણ ચર્ચા થઈ રહી છે જ્યારે તેની સામે અન્ય ખેલાડીઓની પ્રતિભાની ચર્ચા થતી નથી.