સમાજ જેને ગણી રહ્યું હતું અપંગ તે દીકરી નાયબ કલેકટર બની… નાનકડા ગામનું નામ કર્યું રોશન

જો કોઈ વ્યક્તિને પોતાના ઉપર વિશ્વાસ હોય તો તેના માટે કોઈ પણ કામ અશક્ય નથી. પછી ભલે તે શારીરિક રીતે સામાન્ય માણસની જેમ સક્ષમ ન હોય તો પણ તે વ્યક્તિ કોઈ પણ કરી શકે છે. આ વાત સાબિત કરી બતાવી છે ગુજરાતની એક દીકરીએ. આ દીકરીની સફળતાની વાત જાણીને તમને પણ જીવનમાં કંઈક કરવા માટે ઉત્સાહ મળી શકે છે.

માધાપર ના શાંતિબેન જે જન્મથી જ દિવ્યાંગ છે તેણે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે બધા માટે પ્રેરણા રૂપ છે. માધાપર ના ચોબારી ના રહેવાસી શાંતીબેન જન્મથી જ દિવ્યાંગ છે. સમાજમાં તેમને અપંગ તરીકે જોવામાં આવતા હતા પરંતુ તેમણે પોતાની આ ખામી ને ક્યારેય મહત્વ આપ્યું નહીં અને પોતાની મહેનતથી આજે એવું પદ પ્રાપ્ત કર્યું કે જેના માટે લોકો કલ્પના જ કરી શકે.

શાંતીબેને અપંગ હોવા છતાં ક્યારેય પોતાને બીજાથી ઓછી માની ન હતી તેઓ સામાન્ય માણસની જેમ જ જીવન જીવતા અને પોતાના લક્ષને પ્રાપ્ત કરવા માટે મહેનત કરતા. શાંતીબેન ને આગળ વધવું હતું તેથી કોલેજનો અભ્યાસ કર્યાની સાથે સાથે તે અલગ અલગ પરીક્ષાની તૈયારી પણ કરતા અને સમયાંતરે પરીક્ષા આપતા રહેતા. પરિણામે જ્યારે તે કોલેજના બીજા વર્ષમાં આવ્યા ત્યારે તેમણે તલાટીની પરીક્ષા પાસ કરી લીધી અને નોકરી શરૂ કરીને પરિવારને આર્થિક મદદ કરવાનું શરૂ કર્યું.

કોલેજ પૂરી થઈ સાથે તેમની પાસે નોકરી હતી અને તેમ છતાં તેમણે આગળ પરીક્ષાની તૈયારી શરૂ રાખી. નોકરી કરતા કરતા તેમને જીપીએસસી પરીક્ષા ની તૈયારી કરી અને અધિકારી બનવાનું નક્કી કર્યું. જ્યારે તેમણે પહેલી વખત પ્રયાસ કર્યો ત્યારે ફક્ત 8 માર્ક માટે તેઓ બાકાત રહી ગયા હતા.

બીજા પ્રયત્નોમાં પણ આવું થયું. પરંતુ તેમણે હાર માની નહીં અને ત્રીજી વખત જ્યારે તેમણે જીપીએસસી પરીક્ષા આપી તો તેમણે પરીક્ષા પાસ કરી લીધી અને નાયબ કલેકટર ની પોસ્ટ મેળવી. આજે તેઓ નાયબ કલેકટર ના પદ ઉપર કાર્યરત છે અને પોતાના ગામનું નામ રોશન કરી રહ્યા છે.

Leave a Comment