જ્યારે પરિવારમાં કોઈનું અવસાન થાય છે તો પરિવારના લોકો દુઃખમાં સરી પડે છે. આવી જ ઘટના રાજસ્થાનના પાલી જિલ્લામાં એક પરિવારમાં બની. અહીં એક ગામમાં રહેતા તુલસીરામ નામના 35 વર્ષના યુવકનું મોત થયું હતું.
તુલસીરામ પોતાના પરિવારની સાથે રહેતો હતો અને થોડા સમય પહેલા તે બીમાર પડ્યો. તેની તબિયત વધારે ખરાબ થતા તેને પાલી જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેની સારવાર શરૂ કરવામાં આવી પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
આ વાત સાંભળતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો કારણકે સવારે તો તેમનો દીકરો બરાબર હતો અને થોડી જ તબિયત ખરાબ થઈ હતી. તેમણે તુરંત જ તેને હોસ્પિટલમાં દાખલ પણ કર્યો પરંતુ આટલી જલદી તેનું મૃત્યુ કેવી રીતે થઈ ગયું.
પરિવારજનો આ વાતને લઈને ચિંતામાં હતા અને હોસ્પિટલમાંથી દીકરાનું મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો. પરિવારજનોએ કાળજુ કઠણ કરીને તેને અંતિમવિધિ કરવાની તૈયારીઓ કરી. નાનકડા ગામમાં જુવાન જૂથ દીકરાના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાયા અને લોકો હીબીકે ચડ્યા.
જ્યારે અંતિમ સંસ્કાર પહેલાં તેને અંતિમ સ્નાન કરાવવાની વિધિ કરવામાં આવી તો લોકોએ અનુભવ્યું કે તુલસીરામનું શરીર હલવા લાગ્યું. તેના પગ સૌથી પહેલા ધ્રુજવા લાગ્યા. લોકોએ આ દ્રશ્ય જોયું તો તેમને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તુરંત જ તેને ફરીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
પરંતુ ત્યાં પણ ડોક્ટરોએ સારવાર કરી અને તેને મૃત જાહેર કર્યો. જોકે પરિવારજનોને લાગતું હતું કે સારવારમાં બેદરકારી દાખવવામાં આવી છે. જો પહેલી વખતની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી ન હોત તો તેનો દીકરો બચી ગયો હોત.
સારવારમાં બેદરકારીના કારણે એક યુવાન દીકરાનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. તુલસીરામની વાત કરીએ તો તેના પરિવારમાં કુલ સાત બહેનો અને પોતે એકમાત્ર નાનો ભાઈ હતો. થોડા સમય પહેલા જ તેની સાતમા નંબરની બહેનના લગ્ન પણ હતા પરંતુ તુલસીરામનું મૃત્યુ થતાં ખુશીઓનો વાતાવરણમાં માતમ છવાઈ ગયો.