દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનું સંતાન અભ્યાસમાં મહેનત કરે અને આગળ વધે. તેના માટે સામાન્ય પરિસ્થિતિના માતા-પિતા પણ પોતાના સંતાનો માટે દિવસ રાત એક કરીને મહેનત કરે છે જેથી સંતાનનું ભવિષ્ય ઉજડું થાય.
થોડા દિવસો પહેલા જ નીટની પરીક્ષાનું પરિણામ આવ્યું જેમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી પોતાના માતા પિતાનું અને પોતાનું નામ ઉજવડ કર્યું છે. તેમાંથી જ એક છે ભાવનગરના તળાજાના ખારડી ગામના બાલાભાઈ નો દીકરો. બાલાભાઈ ખૂબ જ સામાન્ય વ્યક્તિ છે અને ખેતી કામ કરે છે.
તેઓ પોતે ખેતી કામ કરે છે પરંતુ તેમનો દીકરો આગળ વધે અને ડોક્ટર બને તેવી તેમની ઈચ્છા હતી. તેથી તે નીટની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો હતો. તેની નીટની પરીક્ષા પાસ કરીને મેડિકલ લાઈનમાં આગળ વધવું હતું. કોઈપણ જાતના ક્લાસ વિના પોતાનો દીકરો ઘરે જ મહેનત કરે છે તે જોઈને બાલાભાઈ પણ ગર્વ અનુભવતા હતા.
જ્યારે નીટની પરીક્ષા નું રિઝલ્ટ આવ્યું ત્યારે બાલાભાઈ ના દીકરા કાનૂએ 640 માર્ક મેળવ્યા અને સમગ્ર તળાજા તાલુકામાં પ્રથમ ક્રમ મેળવીને માતા પિતા નું નામ રોશન કરી દીધું.
કાનુડા માતા પિતા ખેતી કામ અને પશુપાલન કરીને ગુજરાત ચલાવે છે તેવામાં તેમના દીકરાએ તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવીને તેમનું નામ ઊંચું કરી દીધું.