આપણા દેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. દરેક મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે. મંદિરમાં અલગ અલગ રહસ્યો પણ હોય છે. ભક્તોને મંદિરોમાં ચમત્કારની અનુભૂતિ પણ થતી હોય છે. કેટલાક મંદિર તો એટલા પ્રખ્યાત છે કે દેશ-વિદેશથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે.
આવું જ એક મંદિર ભાવનગરના સારંગપુરમાં આવેલું છે. સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન દાદા નું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં બિરાજતા હનુમાનજીને કષ્ટભંજન એટલા માટે જ કહેવામાં આવે છે કે અહીં આવનાર ભક્ત ક્યારેય દુઃખી મનથી પરત ફરતો નથી. અહીં આવનાર ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે
જોકે આ મંદિરમાં ઘણી વિશેષતાઓ પણ છે જેનાથી લોકો અજાણ છે. આવી જ એક વિશેષતા છે કે અહીં શનિદેવ હનુમાનજીના ચરણોમાં બીરાજે છે. આવું હોવા પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે.
એક સમયની વાત છે જ્યારે શનિદેવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતા અને તેના કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડતો હતો. શનિદેવના કષ્ટથી લોકો ત્રસ્ત થઈ ગયા અને શનિદેવને શાંત કરવા માટે લોકોએ હનુમાનજીને પ્રાર્થના કરી. હનુમાનજીએ પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા માટે વચન આપ્યું.
હનુમાનજીએ ભક્તોની પ્રાર્થના સાંભળી અને ત્યાર પછી શનિદેવને શાંત કરવા નીકળ્યા શનિદેવને આ વાતને ખબર પડી તો તેઓ હનુમાનજી થી બચવા માટે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને હનુમાન દાદા ના ચરણોમાં નમીને વંદન કરવા લાગ્યા. આજ સ્થિતિમાં હનુમાનજી અહીં બિરાજે છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ચરણોમાં શનિદેવ સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળે છે.