ગુજરાતમાં ઘણા પવિત્ર યાત્રાધામ અને મંદિરો આવેલા છે. આ મંદિરો ખાતે મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. કેટલાક મંદિરો એવા છે જ્યાં ભગવાન હાજર હજૂર હોય તેવી અનુભૂતિ ભક્તો કરે છે. આવું જ એક મંદિર ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલું છે. સિહોર થી 17 કિલોમીટર દૂર ખરકડી ગામમાં હનુમાનદાદાનું મંદિર આવેલું છે.
અહીં હનુમાન દાદા ને જોડિયા હનુમાન તરીકે પૂજવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અહીં હનુમાનજી સાથે કાલભૈરવ દાદા ના પણ દર્શન થાય છે. જોડીયા હનુમાન દાદા નો પરચો એવો છે કે તેમના દર્શન કરવા માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. અહીં મોટી સંખ્યામાં રોજ લોકો દર્શન કરવા આવે છે.
આ મંદિરમાં હનુમાનજીની સાથે અન્ય દેવી દેવતાના પણ દર્શન થાય છે અને ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મંદિરની અંદર કાલભૈરવ દાદા ની પણ ચમત્કારિક મૂર્તિ બીરાજે છે. મૂર્તિના દર્શન કરવાથી કાલભૈરવ દાદા ના સાક્ષાત દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ થાય છે.
કાલભૈરવ દાદા ના ચમત્કાર વિશે વાત કરવામાં આવે તો અહીં જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે છે તે અચૂક પૂરી થાય છે. આ મંદિર ખાતે કાળી ચૌદસના દિવસે અને કાલભૈરવ જયંતિના દિવસે ભૈરવ દાદાના હાથમાં રહેલા ખપરમાં મીઠાઈ ભરવામાં આવે છે.
ભક્તોની નજર સામે જ આ મીઠાઈ થોડીક વારમાં જ અદ્રશ્ય થઈ જાય છે. આ ચમત્કાર જોવા માટે દર વર્ષે ભક્તો દૂર દૂરથી આવે છે. જોડીયા હનુમાન દાદા વિશે પણ ભક્તોનું માનવું છે કે તેમના ફોટોનો પણ દર્શન કરીને માનતા રાખવામાં આવે તો તે પૂરી થાય છે.