સુરતના પરિવારે લગ્નની કંકોત્રીમાં લખી એવી નોંધ કે હવે ચારે તરફ થઈ રહ્યા છે આ પરિવારના વખાણ

લગ્ન એ માત્ર યુવક યુવતીઓ માટે જ નહીં પરંતુ બે પરિવાર માટે યાદગાર પ્રસંગ હોય છે. લગ્ન નક્કી થાય ત્યારથી જ લગ્ન લેવાય ત્યાં સુધી ઘરમાં સતત તૈયારીઓ થતી રહે છે. આજના સમયમાં તો લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અવનવી રીતો અજમાવતા હોય છે.

તો કેટલાક લોકો પોતાની સાદગીમાં પણ એવું કામ કરી જાય છે જેના કારણે તેમના લગ્ન ચર્ચામાં આવી જાય છે. આજે તમને સુરત શહેરના આવા જ એક પરિવાર વિશે જણાવીએ જેમણે લગ્નની કંકોત્રીમાં પોતાના ઉમદા વિચારને વ્યક્ત કર્યા છે.

જેવી રીતે લગ્નને અનોખા બનાવવાનો ફ્રેન્ડ ચાલી રહ્યો છે તેવી રીતે કંકોત્રીને પણ લોકો ખાસ બનાવતા હોય છે અને તેમાં ખાસ પ્રકારના મેસેજ પણ લખાવે છે. સુરતના બાબરીયા પરિવારે પણ લગ્નની કંકોત્રીમાં આવો જ એક સંદેશ લખાવ્યો છે. પરંતુ આ સંદેશ અન્ય કંકોત્રી કરતાં ખૂબ જ અલગ છે.

આજના સમયમાં મોંઘવારી જ્યારે સતત વધી રહી છે તેવામાં આ પરિવારે એક સારું નિર્ણય કર્યો છે. સૌથી પહેલા તો તેમણે દીકરીના લગ્નની કંકોત્રી ડિજિટલ રાખી છે. આ ડિજિટલ કંકોત્રીમાં ચાર લાઈનનો એક મેસેજ લખ્યો છે જેણે આ લગ્નની કંકોત્રી ને ખાસ અને રસપ્રદ બનાવી દીધી.

સુરતની રહેવાસી હેતલ ના લગ્ન 25 ડિસેમ્બરના રોજ થવાના છે. તેના પિતા જનકભાઈ બાબરીયા એ કાર્ડમાં નોંધ લખી છે જે આ મુજબ છે, તેમાં લખ્યું છે કે ચાંદલાના રોકડા, વાસણ પેટે રોકડા, કે પછી ગિફ્ટ કે કવરની પ્રથમ બંધ રાખવામાં આવી છે.

લગ્નની વિધિમાં વિવિધ પ્રકારે કવર આપવાના હોય છે લગ્ન પ્રસંગમાં આવનાર સંબંધીઓને કવર આપવાની પણ મનાઈ કરી દીધી છે. બાબરીયા પરિવારનો આ સંદેશ એક ઉત્તમ પગલું છે. જેના કારણે સામાન્ય વ્યક્તિ માટે પણ લગ્નમાં જવું બોજરૂપ બને નહીં.

Leave a Comment