સ્ત્રી ધારે તો કોઈ પણ કરી શકે. આ વાતને સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે સુરતની એક મહિલાએ. આજે તમને આ મહિલા વિશે જણાવીએ. આ મહિલા વિશે આજ સુધી તમે નહીં જાણ્યું હોય તેથી તે તમારા માટે એકદમ અજાણ્યા હશે પણ તેની વાત સાંભળીને તમે પણ તેને સલામ કરશો.
આ મહિલા ના પતિના મૃત્યુ પછી તેને પોતાના પરિવારની જવાબદારીનું વહન કરવા માટે 50 ખેતરમાં ખેતી કરવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે ખેતી કામ પુરૂષો જ કરતા હોય છે પરંતુ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહિલાએ ખેતી કરવાનું શરૂ કર્યું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહી છે. આ મહિલાનું નામ લલીતાબેન છે અને તેઓ સુરતના ઉમરાછી ગામમાં રહે છે.
કોઈપણ તાલુકામાં આવેલા ઉમરાછી ગામના મહિલા લલિતાબેન અને તેના પતિને ત્રણ સંતાનો છે. તેમના પતિ 50 વીઘા જમીનમાં ટ્રેક્ટર ચલાવીને ખેતી કરતા હતા. લલીતાબેન પણ તેમના કામમાં મદદ કરતાં અને બાળકોને સંભાળતા. આ પરિવાર ખુશીથી જીવન પસાર કરી રહ્યો હતો પરંતુ એક દિવસ અચાનક લલીતાબેન ને ખબર પડી કે તેના પતિને મોઢાનું કેન્સર થયું છે. પરિવારની ખુશીઓને આ વાતથી ગ્રહણ લાગી ગયું અને થોડી સારવારના અંતે સતિષભાઈ નું મૃત્યુ થયું.
પતિના મૃત્યુ પછી લલીતાબેન ઉપર ત્રણ બાળકોની અને ખેતીની જવાબદારી આવી ગઈ. લલીતાબેન ને પોતાનું મન કઠોર કરીને ખેતી એકલા હાથે કરવાનું શરૂ કર્યું. જ્યારે તેમના પતિ જેવી થતા ત્યારે તેમણે મસ્તી મસ્તીમાં એક દિવસ લલીતાબેન ને ટ્રેક્ટર ચલાવવાનું શીખવ્યું હતું. આ વાત તેમને કામ લાગી ગઈ અને ખેતરના માલિકની 50 વીઘા જમીન તેઓ જાતે ખેડીને કામ કરવા લાગ્યા.
ત્રણ બાળકોને મોટા કરવા અને પગભર બનાવવા માટે લલીતાબેન ને દિવસ રાત ખેતીમાં મહેનત કરી. આજે તેઓ એકલા હાથે 50 વીઘા જમીન ખેડે છે અને સાથે જ પશુપાલન પણ કરે છે. લલીતાબેન ને પોતાની દીકરી અને દીકરાના લગ્ન પણ કરાવી દીધા મોટો દીકરો તેમની ખેતીમાં મદદ કરે છે.