રાજ્યમાં મોગલ માતાજીના ઘણા બધા પ્રખ્યાત સ્થાનક આવેલા છે. અહીં દર્શન કરવા જતા ભક્તોના મનની ઈચ્છાઓ પૂરી થાય છે. ભક્ત પછી કબરાઉ ધામ આવીને દર્શન કરે કે સુરતમાં બિરાજતા મોગલમાના દર્શન કર્યા હોય. તેની મનોકામના અચૂક પૂરી થાય છે.
સુરતમાં પણ પીપોદરા માં મોગલ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની મૂર્તિ એટલી જાગૃત છે કે દર્શન કરવાથી લાગે કે મંદિરમાં સાક્ષાત મોગલ માતાજી બેઠા છે. સુરતમાં આમ તો ઘણા બધા મંદિર આવેલા છે પરંતુ આ મંદિર ખૂબ જ ટૂંકા સમયમાં પ્રખ્યાત થઈ ગયું છે કારણ કે અહીં આવનાર ભક્તોને માતા મોગલના પરચા મળ્યા છે.
આ મંદિરે આવીને દર્શન કરનાર તમામ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. માતા મોગલ દરેકની ઈચ્છા પૂરી કરે છે. સુરતના પીપોદરા માં આવેલા મોગલ ધામમાં દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. અહીં દર્શન કરીને ભક્તો જે પણ મનોકામના વ્યક્ત કરે છે તે પૂરી થાય છે.
સુરતમાં આવેલા મોગલ માતાના મંદિરે પણ કોઈપણ પ્રકારની ભેટ કે રૂપિયા સ્વીકારવામાં આવતા નથી. અહીં એ દરેક નિયમનું પાલન કરવામાં આવે છે જે કબરાઉ ધામ અને અન્ય મોગલ ધામમાં કરવામાં આવે છે. લોકો અહીં ફક્ત ભક્તિ ભાવથી પ્રાર્થના કરે છે. મંદિરમાં કોઈપણ પ્રકારના દાન કે ભેટને સ્વીકારવામાં આવતું નથી.
ગુજરાતમાં આમ તો ચાર મોગલ ધામ આવેલા છે. જય મોગલ ધામ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જોકે કબરાઉ ખાતે આવેલા મોગલ માતાના મંદિરે મણિધર બાપુ બિરાજે છે.. અન્ય જગ્યાઓએ રવિવાર અને મંગળવારના દિવસે ભક્તો વધારે સંખ્યામાં દર્શન કરવા આવે છે.