કચ્છમાં કબરાઉ ખાતે માતાજી સાક્ષાત બિરાજે છે. કબરાવમાં માતા મોગલ બિરાજે છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે. અહીં માતાના દર્શન કરવા માટે રોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીં ભક્તોની વાત સાંભળવા માટે મણીધર બાપુ હાજર હોય છે.
મોગલ ધામ ખાતે આવેલ ભક્તો ક્યારેય દુઃખી મનથી પરત જતો નથી તેથી અહીં આવતા ભક્તો માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ઘણા લોકો તો એવા હોય છે જે પોતાની સાથે હજારો રૂપિયા દાન કરવા લાવે છે પરંતુ અહીં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આજ સુધી એવી એક પણ વ્યક્તિ નહીં હોય જેની ઈચ્છા માતાએ પૂરી કરી ન હોય.
માતા મોગલ ની માનતા આજે પણ વ્યક્તિ રાખે છે તે અચૂક પૂરી થાય છે. તાજેતરમાં જ ગાંધીનગર થી એક મહિલા ભક્ત કચ્છ આવ્યા હતા. આ મહિલાનું નામ નંદુ બેન હતું. તેઓ અહીં આવ્યા અને મણીધર બાપુને મળ્યા હતા.
તેમણે મણીધર બાપુને જણાવ્યું કે તેમના પરિવારને પૈસાની જરૂર હતી તેથી તેની સોનાની ચેન તેવોએ ગીરવી મૂકી અને પૈસા લીધા હતા. તેના પરિવારે પૈસા પરત આપી દીધા પરંતુ તે વ્યક્તિ સોનાની ચેન વર્ષો સુધી પરત કરી રહ્યો ન હતો.
તેવામાં મહિલાએ માતા મોકલને યાદ કર્યા અને માનતા રાખી. માનતા રાખ્યા પછી થોડા સમયમાં તે વ્યક્તિ સામેથી ચેન પરત કરી ગયો. ત્યાર પછી મહિલા માતાના દર્શન કરવા માટે કબરાઉ દોડી આવી.