સોમનાથના આ મંદિરમાં ભીખાભાઈ ધામેલીયાએ કર્યું 30 કરોડનું દાન, જાણો કોણ છે આ દાનવીર

સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે અન્ય નવનિર્મિત મંદિરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે સોમનાથ દર્શન કરવા જતા ભક્તોને અન્ય મંદિરોના દર્શનનો લાહવો પણ મળશે. અહીં ભક્તો માટે અતિથિ ગૃહ, ભોજન શાળા સહતિની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રવાસીઓ માટે સમુદ્ર પથ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેનું પણ લોકાર્પણ થઈ ચુક્યું છે. જેની લંભાઈ 1.5 કિમીની છે. અહીં પ્રદર્શન ગેલેરી, અહલ્યાબાઈ મંદિર અને માતા પાર્વતીનું પણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે.

માતા પાર્વતી મંદિરમાં ભીખાભાઈ દ્વારા 30 કરોડનું દાન કરવામાં આવ્યું છે. ભીખાભાઈ ધામેલીયા હીરાના વેપારી છે અને તેઓ સુરતના વતની છે. અહીં તેમણે અમૂલ્ય વસ્તુઓની ભેટ દાન કરી છે. હવે તેમણે આ મંદિર માટે કરોડોનું દાન કર્યું છે.

દાનવીર તરીકે ઓળખાતા ભીખાભાઈએ મંદિર માટે 30 કરોડ રૂપિયા દાન કર્યા છે. મંદિરના શિલાન્યાસ સમયે તેમનો સમસ્ત પરિવાર હાજર રહ્યો હતો. આ સમયે સુરતના ડાયમંડ કિંગ કહેવાતા ભીખાભાઈની ચર્ચા બધાના મુખે હતી. પીએમ સહિતના નેતાઓએ પણ તેમના વખાણ કર્યા હતા.

ભીખાભાઈ સુરતમાં હીરાની 3 ફેક્ટરી ધરાવે છે. તેઓ બીજા ઉદ્યોગ સાથે સંકળાયેસા છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના સીમરણ ગામના વતની છે. તેઓ પોતાની આવકરમાંથી સેવાકીય પ્રવૃતિ માટે દાન કરતા હોય છે. તેઓ 2012માં સોમનાથ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ત્યારે તેમણે પાર્વતી માતાના મંદિરના નિર્માણનો સંકલ્પ કર્યો હતો.

Leave a Comment