હજારો દીકરીઓનું કન્યાદાન કરનાર મહેશ સવાણી ઘરની બહાર નીકળે ત્યારે પુત્રવધુને લાગે છે પગે… કારણ જાણીને ચોંકી જશો તમે પણ

અત્યાર સુધીમાં 4000 થી વધુ દીકરીઓના લગ્ન કરાવી કન્યાદાન કરીને તેના પિતા તરીકેની ફરજ બચાવી ચૂકેલા મહેશ સવાણી તેના સ્વભાવના કારણે ખૂબ જ લોકપ્રિય છે. મહેશ સવાણી માત્ર દીકરીઓના લગ્ન જ નથી કરાવતા પરંતુ લગ્ન પછીની બધી ફરજો પણ નિભાવે છે અને દીકરીઓની કાળજી પણ રાખે છે. એક મુલાકાત દરમિયાન ખુદ મહેશ સવાણી એ કહ્યું હતું કે જો તેમની પાસે અંબાણી કે અદાણી જેટલા રૂપિયા હોત તો આખા ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન તે પોતે જ કરાવત.

મહેશ સવાણી દીકરીઓના લગ્ન એટલા માટે કરાવે છે કે તે સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માને છે. દીકરીઓના લગ્ન કરાવવા તે વાત તો બધા જ લોકો જાણે છે. પરંતુ મહેશ સવાણી વિશેની આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે. આજના સમયમાં પણ જ્યારે તેઓ ઘરની બહાર કામ માટે નીકળે છે ત્યારે તે પોતાની બંને પુત્રવધુના ચરણ સ્પર્શ કરીને નીકળે છે. તેમના દીકરાના લગ્ન હતા ત્યારે પણ મહેમાનોની હાજરીમાં જ્યારે તેમની પુત્રવધુ ઘરે આવી ત્યારે તેમણે તેના ચરણ સ્પર્શ કર્યા હતા.

આ અંગે મહેશ સમાણી કહે છે કે તેમના દીકરાની પત્નીઓ તેમની પુત્રવધુ નથી પરંતુ તેમની દીકરીઓ જ છે. તેમને મહેશ સવાણી જગતજનનીનું સ્વરૂપ ગણે છે. તેઓ જણાવે છે કે તેમના વંશને પણ તેઓ જ આગળ વધારવાની છે. એટલા માટે જ તે પૂજનીય અને વંદનીય છે.

મહેશ તમારી જણાવે છે કે જ્યારે તેઓ દીકરીઓના લગ્નનું આયોજન કરે છે ત્યારે તેમની ખરીદી સહિતની વસ્તુઓનું ધ્યાન પણ તેમની પુત્રવધુ રાખે છે. દીકરીઓના લગ્ન કરવા પાછળ જે ખર્ચ મહેશ સમાણી કરે છે તે અંગે એક વખતે મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતાએ એમને એવું શીખવ્યું છે કે પૈસા કમાવ છો એના કરતાં પૈસા ને કઈ જગ્યાએ વાપરો છો તેનું વધારે મહત્વ હોય છે. તેમના પિતા પણ સામાજિક કાર્યોમાં આગળ રહેતા હતા. આ સંસ્કારના કારણે જ તેમણે પણ આ રીતે સામાજિક કાર્યો કરવાનું બીડું ઝડપ્યું અને તેમાં તેના પરિવારના લોકો પણ મદદરૂપ થાય છે.

તેઓ કહે છે કે તેમના પિતાના લગ્ન સમૂહ લગ્નમાં થયા હતા, ત્યારબાદ તેમણે પણ સમૂહ લગ્નમાં જ લગ્ન કર્યા, અને ત્યાર પછી તેમના બંને દીકરાના લગ્ન પણ સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા. લગ્નમાં ખોટા દંભ કરવામાં તેઓ માનતા નથી. તેઓ માને છે કે આવા ખોટા ખર્ચા કરવાને બદલે રૂપિયા બચાવી અને લોકોને લાભ થાય એ રીતે વાપરવા જોઈએ.

મહેશભાઈ સમાણીના સંતાનો જ નહીં પરંતુ તેમના કુટુંબના અન્ય સંતાનો પણ મહેશભાઈ સવાણીના આ વિચારોથી સહમત છે અને એટલે જ આજ સુધી તેમના પરિવારના કોઈ પણ સંતાને ડેસ્ટિનેશન વેડિંગ કે અન્ય ધામધૂમ કરી નથી. સમૂહ લગ્નનું આયોજન થાય તેમાં જ તેમના પરિવારના સંતાનોના લગ્ન થાય છે.

મહેશભાઈ સવાણી દીકરીઓના લગ્ન કરાવવા ઉપરાંત લગ્ન પછી પિતાની જેટલી ફરજો હોય તે પણ નિભાવે છે અને તેમની ડિલિવરી સુધીનો ખર્ચ પણ મહેશભાઈ સવાણી જ ભોગવે છે. દર વર્ષે તેઓ ૧૪ કરોડ જેટલો ખર્ચ દીકરીઓ પાછળ કરતા હોય છે.

Leave a Comment