હનુમાન દાદા કળિયુગના પણ એકમાત્ર એવા દેવતા છે જે અમર છે. હનુમાન દાદા તેના ચરણે આવેલા દરેક ભક્તોને પરચા આપે છે. તેમને કષ્ટભંજન પણ એટલા માટે જ કહેવાય છે કે તે પોતાના ભક્તોના કષ્ટને દૂર કરી નાખે છે. દુઃખ હોય કે ભય હનુમાનજીનું નામ લેવાની સાથે જ દૂર થઈ જાય છે.
આજે તમને હનુમાનજીના જ એક અનોખા મંદિર વિશે જણાવીએ. હનુમાનજીનું આ મંદિર રાજસ્થાનના કોટામાં આવેલું છે. આ હનુમાન મંદિર સમગ્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે. આ મંદિર પ્રખ્યાત છે તેનું કારણ અનોખું છે. આ હનુમાન મંદિરમાં બિરાજતા હનુમાનજીની મૂર્તિ ભક્તોના પ્રશ્નોના જવાબ આપે છે
જાણીને નવાઈ લાગશે પરંતુ અહીં દર્શને આવતા ભક્તોની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે અને સાથે જ તેમની સમસ્યા સાંભળીને તેમને જવાબ પણ આપે છે. મંદિરમાં જે પણ ભક્તો દર્શન કરવા આવે છે તેઓ કાગળ પર લખી અને પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને પછી આ ચિઠ્ઠી પૂજારીને આપી દે છે.
પૂજારી ભગવાનની સમક્ષ આ ચિઠ્ઠી વાંચે છે. ભક્તોમાં માન્યતા છે કે આવું કર્યાના થોડા જ દિવસોમાં હનુમાનજી તેમની મનોકામના પૂર્ણ કરી દે છે અને ઘણા ભક્તોને તેમની તકલીફોમાંથી મુક્તિ પણ મળી છે. ત્યારથી જ આ પ્રથા મંદિરમાં પ્રચલિત થઈ ગઈ છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના વ્યક્ત કરે છે. અહીં આવતા ભક્તોનું કેવું છે કે તેઓ ક્યારેય પણ આ દરબારમાંથી ખાલી હાથ ગયા નથી
આ મંદિર વિદેશમાં પણ પ્રખ્યાત છે અને અહીં મોટી સંખ્યામાં એવા લોકો આવે છે જે વિદેશમાં વસતા હોય અને મનોકામના પૂર્ણ થતા ભારત દર્શન કરવા આવ્યા હોય. અત્યાર સુધીમાં લાખો ભક્તોના દુઃખ હનુમાનજીએ દૂર કર્યા છે. એટલા માટે જ લોકો માને છે કે હનુમાનજીને તેઓ પોતાની સમસ્યા કહે છે તો તેનો જવાબ તેમને થોડા જ દિવસમાં મળી જાય છે.