૨ વ્યક્તિ ગામમાં બાવાનો વેશ ધારણ કરી ભંડારોમાં કરવા ઉઘરાવવા લાગ્યા પૈસા… સરપંચે પીછો કર્યો તો જે હકીકત આવી સામે તે જાણીને ઉડી ગયા તેના હોશ

આપણા દેશમાં લોકો ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં ક્યારેય પાછળ વળીને જોતા નથી. વળી તેમાં જો કોઈ સાધુ સંત આવીને ધાર્મિક કાર્ય માટે દાન માંગે તો કોઈ વ્યક્તિ ના કહેતી નથી. દરેક વ્યક્તિ યથાશક્તિ અનુસાર દાન કરતા હોય છે. લોકોની આ શ્રદ્ધા અને આસ્થાનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવે છે અને લોકો સાથે ધર્મના નામે છેતરપિંડી કરતા હોય છે. આવા જ છેતરપિંડી કરનારા લોકોથી હંમેશા ચેતવું જોઈએ.

આવી જ એક ઘટના તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારમાં બની હતી. અહીં બે વ્યક્તિ બાવાનો વેશ ધારણ કરીને ગામમાં ફરવા લાગ્યા અને ઘરે ઘર જઈને 100 200 રૂપિયા ભંડારા માટે ઉઘરાવવા લાગ્યા. ગામમાં ફરતા ફરતા બંને બાવા સરપંચના ઘરે પણ પહોંચ્યા અને સરપંચે પણ તેમને ભંડારા માટે રૂપિયા આપ્યા.

જોકે રૂપિયા આપતી વખતે સરપંચે તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા તેનો જવાબ તો બંને વ્યક્તિએ આપ્યો પરંતુ તેના જવાબ પછી સરપંચના મનમાં શંકા જાગી. સરપંચ ને લાગ્યું કે બંને વ્યક્તિ ખોટું બોલી રહ્યા છે અને હકીકત માટે બાબા નથી. દાન આપ્યા પછી સરપંચે છુપી રીતે બંને વ્યક્તિનો પીછો કર્યો.

બંને વ્યક્તિ ગામની બહાર જવા લાગ્યા અને સરપંચ પણ તેની પાછળ ગયા. થોડી આગળ જતા જે દ્રશ્ય જોવા મળ્યું તે જોઈને સરપંચ પણ હેબતાઈ ગયા. બંને વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી નશો કરવાની વસ્તુઓ કાઢી અને એક જગ્યાએ બેસી નશો કરવા લાગ્યા.

એટલું જ નહીં ગામમાંથી જે પૈસા ઉઘરાવ્યા હતા તેમાંથી પણ તેણે નશા કરવાની વસ્તુઓ ખરીદી અને પોતાની મોજ મજા પાછળ વાપરી નાખ્યા. આ સમગ્ર હકીકત વિશે જાણીને સરપંચે બંને લોકોનો પરદાફાશ કર્યો. ગામ લોકોની સામે બંનેને લાવ્યા અને પૂછપરછ કરી.

ત્યારે સામે આવ્યું કે બંને વ્યક્તિ બેરોજગાર હતી અને નશાની આદત હતી. કમાણી નું સાધન ન હોવાથી તેઓ આવી રીતે કોઈપણ ગામમાં સાધુનો વેશ ધારણ કરીને પહોંચી જતા અને લોકો પાસેથી દાન લઈને તેમાં મળતા રૂપિયાને મોજ શોખમાં વાપરતા.

Leave a Comment