11 વર્ષ પહેલાં ફ્રીમાં આપેલી મગફળી ના પૈસા ચૂકવવા અમેરિકાથી ભાઈ બહેન આવ્યા ભારત… ફ્રી માં વસ્તુ આપનાર સાથે કર્યું આ કામ

ઘણા લોકો એવા હોય છે જે કોઈ વસ્તુ ઉધાર તો લઈ છે પરંતુ તેને પરત કરતા નથી. જ્યારે તેની સામે કેટલાક લોકો એવા હોય છે કે જે નજીકની કિંમતની વસ્તુઓનું મૂળ પણ વર્ષો પછી ચૂકવે છે. તે યાદ રાખે છે કે તેને કોણે મદદ કરી હતી અને જ્યારે પોતાનો સારો સમય આવે ત્યારે તે વસ્તુનું મૂલ ચૂકવે છે.

આવા જ ભાઈ બહેન ની વાત આજે તમને જણાવીએ. આ વાત 2010 ની છે. તે સમયે એન.આર.આઈ મોહન તેના દીકરા અને દીકરી સાથે આંધ્રપ્રદેશમાં ફરવા આવ્યા હતા. તેઓ બીચ પર આવ્યા હતા તે સમયે બાળકોને મગફળી ખાવી હતી. તેણે બાળકોને મગફળી તો ખવડાવી પરંતુ જ્યારે પૈસા આપવા ગયા ત્યારે યાદ આવ્યું કે પાકીટ તો તે ઘરે જ ભૂલી ગયા છે.

જોકે મગફળી વેચીને ગુજરાત ચલાવતા વ્યક્તિએ મોટું મન રાખ્યું અને મોહન પાસેથી પૈસાની માંગણી ન કરી અને બાળકોને મફતમાં જ મગફળી ખવડાવી. પરંતુ મોહ ને તે સમયે મગફળી વેચનારને વાયદો કર્યો હતો કે તે ટૂંક સમયમાં જ તેના પૈસા ચૂકવી દેશે.

જોકે તે ફરીથી બીચ ઉપર આવે અને પૈસા આપે તે પહેલા જ તેમને પરત ફરવાનું થયું. તે પોતાના સંતાનો સાથે અમેરિકા પરત ફરી ગયો. ત્યાર પછી વર્ષોનો સમય પરંતુ તેમને ભારત આવવાનું થયું નહીં. બીજી કોઈ વ્યક્તિ હોય તો મગફળી ખાઈને ભૂલી પણ ગયા હોય પરંતુ મોહન અને તેના બાળકો આ વાતને ભૂલ્યા નહીં.

11 વર્ષ પછી જ્યારે મોહન તેના બાળકો ને લઈને ભારત પરત ફર્યો ત્યારે બંને ભાઈ બહેનને યાદ હતું કે તેમણે મગફળીના પૈસા આપવાના છે. તેમને આંધ્રપ્રદેશની તેજ જગ્યાની મુલાકાત લીધી અને મગફળી વેચનારને શોધવા લાગ્યા. 11 વર્ષ પછી તે વ્યક્તિ ક્યાં હતો નહીં પરંતુ બંને બાળકોએ તેને ગોતવાની ચેલેન્જ સ્વીકારી લીધી.

તેમની મહેનતનું તેમને ફળ મળ્યું અને તેમને ખબર પડી કે સતાયા નામનો વ્યક્તિ કાકી નાળા શહેરમાં રહે છે. આ કામમાં તેના ધારાસભ્ય તેની મદદ કરી. તેમના ઘરે લઈ ગયો અને તેના પરિવારને સમગ્ર વાત જણાવી.

જોકે જે વ્યક્તિ એ બાળકોને મગફળી ખવડાવી હતી તે હવે આ દુનિયામાં ન હતો પરંતુ યુવક અને યુવતીએ પોતાના પિતાને આપેલું વચન પૂરું કર્યું અને પરિવારની સ્થિતિ જોઈને ફક્ત મગફળીના જ પૈસા નહીં પરંતુ 25000 રૂપિયા આપવાનું નક્કી કર્યું.

Leave a Comment