આજના સમયમાં વ્યક્તિ 60 વર્ષ સુધી પણ તંદુરસ્ત જીવન જીવી શકે તો તે મોટી વાત કહેવાય. પરંતુ પહેલાંના જમાનાના લોકો એવું ખોરાક ખાધા હતા કે તેઓ આરામથી સો વર્ષ સુધી પણ તંદુરસ્ત જીવન જીવી શકતા હતા.
આજે તમને પોરબંદરમાં રહેતા એક આવાજ દાદા વિશે જણાવીએ. પોરબંદર જિલ્લાના રતનપુર ગામમાં ખીમાભાઈ રહે છે જેની ઉંમર 120 વર્ષની છે. 120 વર્ષની ઉંમરે પણ તેઓ અડીકમ છે અને ખેતીમાં તેમજ વાડીમાં કામ પણ કરે છે. તેમના પત્ની પણ જીવિત છે અને બંને નીરોગી જીવન જીવી રહ્યા છે.
ખીમાભાઈ 50 વર્ષની ઉંમર સુધી આ ગામના સરપંચ હતા. તેમણે પોતાના કામકાજ દરમિયાન ગામમાં પાણીની સુવિધા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરાવી ત્યાર પછી તેમણે ખેતી કામ 120 વર્ષની ઉંમરે પણ ચાલુ રાખ્યું. તેઓ જ્યારે નાની ઉંમરના હતા ત્યારે ઘણી બધી સ્પર્ધાઓમાં પણ ભાગ લેતા હતા. ખીમા ભાઈ ને સંતાનોમાં પાંચ દીકરાઓ અને ત્રણ દીકરીઓ છે. બધા જ આજે પણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે ખાસ વાત એ છે કે તેમણે ક્યારેય બહારનો ખોરાક ખાધો નથી.
સ્વસ્થ આહાર કરવાના કારણે તેઓ 120 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર તેમના પરિવારની અને તેમની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.