18 વર્ષની ઉંમરે છોડી દીધું ઘર.. દુનિયાભરમાં 1000 થી પણ વધુ મંદિર બનાવ્યા … જાણો પ્રમુખસ્વામી મહારાજની જીવન …

અમદાવાદ ખાતે સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનો ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. 14 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ આ મહોત્સવ નું ઉદઘાટન કર્યું આ મહોત્સવ 15 જાન્યુઆરી 2023 સુધી ચાલશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વીકાર્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ સાથે તેમનો આધ્યાત્મિક પિતા પુત્ર જેવો સ્નેહ હતો. તેમણે આગળ ઉમેર્યું હતું કે આજે છે પણ તેઓ શીખ્યા છે તે પ્રમુખસ્વામી મહારાજે જ શીખવ્યું છે.

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિવેતે અમદાવાદમાં 600 એકરની જમીનમાં એક શહેર વસાવવામાં આવ્યું છે. અહીં હરિભક્તોએ જે દાન કર્યું છે તેના દ્વારા આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવમાં અનેક લોકો સેવા કાર્ય કરી રહ્યા છે.

સ્વામિનારાયણ સંસ્થાના દુનિયાભરમાં લાખો ફોલોવર્સ છે. મહત્વનું છે કે આ ભવ્ય મહોત્સવ ની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવાય છે. હનુમાન છે કે આ આયોજનમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લે છે. આ આયોજનમાં સાત હજારથી વધારે લોકો ખડે પગે રહીને સેવા આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજની જીવન યાત્રા વિશે વાત કરીએ તો તેમનો જન્મ સાત ડિસેમ્બર 1921 ના રોજ વડોદરામાં શાંતિલાલ પટેલ તરીકે થયો હતો. પરંતુ 18 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડી દીધું અને આધ્યાત્મ તરફ વળી ગયા. 1940 માં શાસ્ત્રી મહારાજના શિષ્ય બન્યા અને તેમનું નામ નારાયણ સ્વરૂપ દાસ સ્વામી રાખવામાં આવ્યો.

માત્ર 28 વર્ષની ઉંમરે તેમણે બોચનાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનના પ્રમુખ પદ ને સંભાળી લીધું. ત્યારથી જ લોકો તેમને પ્રમુખસ્વામી ના નામથી ઓળખવામાં લાગ્યા. તેમની નમ્રતા અને કરુણા સબર સ્વભાવના કારણે તેઓ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયા.

તેમના ફોલો વર્ષમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ નો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે જ્યારે વર્ષ 2016 માં પ્રમુખસ્વામી એ દેહ ત્યાગ કર્યો ત્યારે વડાપ્રધાન મોદી પણ રડી પડ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ એ તેમના જીવનકાળ દરમિયાન દુનિયાભરમાં 1100થી વધુ મંદિરનું નિર્માણ કાર્ય કરાવ્યું છે. જેના કારણે પ્રમુખસ્વામીનું નામ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

ગાંધીનગરમાં અને દિલ્હીમાં યમુના કિનારે બનેલું અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજની આગેવાનીમાં જ બન્યું છે. પ્રમુખસ્વામી એ ઘણા યુવાનોની નશાની લત પણ છોડાવી છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન અનેક યાત્રાઓ પણ કરી છે. જેમાં અમેરિકી મહાદ્વીપમાં તેમની પહેલી યાત્રા બાદ ન્યૂયોર્કમાં પહેલું મંદિર બન્યું હતું. ત્યાર પછી અમેરિકામાં તેમણે 70 થી વધારે મંદિર નું નિર્માણ કરાવ્યું.

તેમણે ઈસાઈ ધર્મના પ્રમુખ પોપ ઝોન દ્વિતીય સાથે મુલાકાત પણ કરી હતી. પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિત્વથી અંગ્રેજો પણ પ્રભાવિત હતા. પ્રમુખસ્વામીનું બ્રિટનની પાર્લામેન્ટમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment