ધાંગધ્રા જિલ્લાના બેચડા ગામેથી એક અનોખી ઘટના સામે આવી છે. સંસારના સુખને ત્યાગીને સંન્યાસના રસ્તે ચાલવાનું નિર્ણય કરતા યુવાનો ખૂબ ઓછા હોય છે. કેવામાં બેચડા ગામનો એક યુવાન સન્યાસના રસ્તે ચાલી નીકળ્યો છે. જેની જોર સુરતી ચર્ચા થઈ રહી છે
ગામમાં રહેતા અજયભાઈ અને રસીલાબેન ને સંતાનમાં એક જ દીકરો છે અને તેનું નામ પરમેશ છે. પરમેશ ધોરણ છ થી 12 સુધી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણ્યો હતો. પરમેશમાં સંસ્કારોનું સિંચન સ્વામી દ્વારા કરવામાં આવ્યું. અભ્યાસની સાથે તેને ધર્મ પ્રત્યે પણ લાગણી લાગી ગઈ અને તેણે ભક્તિના માર્ગે ચાલવાનું જ નક્કી કરી લીધું
સંતો નું જીવન જોઈને તેણે નક્કી કર્યું કે જીવન તો આવી ભક્તિ કરીને જ જીવવું જોઈએ તેથી તેણે પોતે સન્યાસ લેવાની વાત પોતાના માતા પિતાને જણાવી. 19 વર્ષના દીકરાની આ ભક્તિ જોઈને માતા પિતાએ પણ તેને સંયમના માર્ગે ચાલવાની રજા આપી દીધી.
હવે આગામી 13 જાન્યુઆરીના રોજ પરમેશ દીક્ષા લેશે. પરમેશ માટે ભીચડા ગામના લોકોએ આશીર્વાદ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને સાથે જ ગામ લોકોનો જમણવાર પણ કર્યો હતો. મહત્વનું છે કે આ ગામના ત્રણ દીકરાઓએ દીક્ષા લીધી છે અને હવે પરમેશ પણ પરિવારની રાજી ખુશીથી સન્યાસના માર્ગે ચાલવાનો છે.