23 પત્ની અને 200 બાળક સાથે 256 વર્ષ જીવ્યો આ વ્યક્તિ, કઈ રીતે જીવ્યો આટલું લાંબુ જીવન જાણો

256 વર્ષનો આ વ્યક્તિ વિશ્વમાં સૌથી લાંબુ જીવન જીવનાર વ્યક્તિ છે. તેનું નામ લી ચિંગ યુન છે અને તેનો જન્મ ત્રણ મે 1677 માં થયો હતો. તે ચીનનો રહેવાસી છે અને તેનું મૃત્યુ 6 મે 1933 ના રોજ થયું. તે સૌથી વધુ લાંબુ જીવન જીવનાર વ્યક્તિ તરીકે વિશ્વભરમાં જાણીતો હતો.

જોકે તે જીવ્યો ત્યાં સુધી તેણે દાવો કર્યો કે તેનો જન્મ 1736 માં થયો. પરંતુ રેકોર્ડમાં નોંધ છે કે તેનો જન્મ 1677 માં થયો હતો. બંનેમાંથી કોઈ પણ સાલમાં તેનો જન્મ થયો હોય તે વિશ્વનો સૌથી વધુ લાંબુ જીવનાર વ્યક્તિ છે.

લી ના 256 માં જન્મદિવસની ઉજવણી ના ત્રણ દિવસ પછી તેનું મૃત્યુ થયું. તેણે પોતાના જીવનનો મોટાભાગનો સમય પર્વતીય વિસ્તારમાં વિતાવ્યો હતો. હર્બલિસ્ટ તરીકે કામ કરતા. તે ચાઈનીઝ ઔષધીઓ વેચતા પણ હતા.

તે પોતાના ભોજનમાં શાક અને ચોખા થી બનેલી વાઈનનું સેવન કરતો. તે નાનપણથી જ ખૂબ જ શિક્ષિત હતા. તે નાના હતા ત્યારથી જ તેમને જડીબુટ્ટી અંગે જ્ઞાન હતું અને તેને એકત્ર કરવા માટે તે તિબેત, વિહતનામ, થાઈલેન્ડ, મંચુરિયા જેવા દેશોમાં પણ ગયા હતા. ત્યાર પછી તેઓ સેનામાં જોડાયા અને 78 વર્ષે શેના માંથી ની વૃદ્ધિ લીધી

તે 250 વર્ષના થયા ત્યારે ચીનના જનરલ તેના લાંબા જીવનનું રહસ્ય જાણવા માટે તેમના ઘરે ગયા હતા. તેનું મૃત્યુ પણ કુદરતી કારણોસર થયું હતું. તેને કુલ 24 પત્ની હતી જેમાંથી 23 મૃત્યુ પામી હતી. 24 મી પત્ની 60 વર્ષની હતી અને તેને 200થી વધુ બાળકો હતા. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેમની દ્રષ્ટિ સારી અને તેજસ્વી હતી.

Leave a Comment