ઘણી વખત દેશમાં એવી ઘટનાઓ બનતી હોય છે જે ચર્ચાનો વિષય બની જાય. આવી ઘટનાઓ વિશે જાણીને પણ લોકો આશ્ચર્યમાં પડી જતા હોય છે. આવી જેકેટના તાજેતરમાં બની છે જેના વિશે જાણીને ડોક્ટરોને પણ આશ્ચર્ય થઈ ગયું. આ ઘટનામાં 23 દિવસની બાળકીના પેટમાંથી એવી વસ્તુ નીકળી જેની કલ્પના ડોક્ટરોએ પણ કરી ન હતી.
આ ઘટના બની છે ઝારખંડના રાંચી માં. અહીં 23 દિવસની એક બાળકીના પેટમાંથી એક બે નહીં પણ આઠ ભ્રુણ કાઢવામાં આવ્યા. ઓપરેશન કરનાર ડોક્ટરોનું પણ કહેવું છે કે બાળકીના પેટમાંથી આટલા ભ્રુણ નીકળે તે ઘટના ખૂબ જ રેર હોય છે. આ દુનિયાનો પહેલો એવો કેસ છે જેમાં ૨૩ દિવસની બાળકીના પેટમાંથી આઠ ભ્રુણ કાઢવામાં આવ્યા હોય.
બાળકીનું ઓપરેશન કરનાર ડોક્ટરનું જણાવવું છે કે બાળકીનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો હતો. જેમથી તેના પેટ ઉપર થોડો સોજો હતો. તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને સીટી સ્કેન કરી ચકાસણી કરવામાં આવી. બે દિવસ પછી તેને ડિસ્ચાર્જ કરવામાં આવી.
જોકે 21 દિવસ પછી ફરીથી બાળકીને હોસ્પિટલ બોલાવવામાં આવી. હોસ્પિટલમાં દાખલ કરીને બે નવેમ્બરના રોજ તેનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન બાળકીના પેટમાંથી આઠ ભ્રુણ નીકળ્યા હતા. ઓપરેશન પછી બાળકીની હાલત સ્થિર છે.
ડોક્ટરોનું કહેવું છે કે તેને ફિટ્સ ઇન ટુ ફીન્ટુ કહેવાય છે. આવા કિસ્સા 10 લાખ બાળકોમાંથી એક સાથે બને છે. દુનિયાભરમાં 200 થી ઓછા કેસ આવા જોવા મળ્યા છે જેમાં બાળકના પેટમાંથી ભ્રૂણ નીકળ્યું હોય. જોકે આ દુનિયાનો પહેલો એવો કિસ્સો છે જેમાં બાળકીના પેટમાંથી એક નહીં પણ આઠ ભ્રુણ નીકળ્યા હતા.
આ વર્ષે મે મહિનામાં બિહારના મોતીહારીમાં પણ 40 દિવસના બાળકના પેટમાંથી ભ્રૂણ કાઢવામાં આવ્યું હતું. જન્મ પછી બાળક મળ ત્યાગ કરી શકતા નહીં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ચકાસણી કરતા ખબર પડી કે તેના પેટમાં ભ્રુણ છે.