અકસ્માત હત્યા કે આત્મહત્યા જેવી ઘટનામાં કોઈ વ્યક્તિએ જીભ ગુમાવ્યો હોય તેવી ઘટના તો છાશવારે બનતી હોય છે. પરંતુ સામાન્ય ઓપરેશન દરમિયાન ડોક્ટર કે નર્સની બેદરકારીના કારણે દર્દીનું જીવ જાય તેવું ક્યારેક જ સામે આવે છે. જે ડોક્ટરને ભગવાનની જગ્યાએ ગણવામાં આવે છે તેમની બેદરકારીના કારણે જો વ્યક્તિનો જીવ જાય તો ઘટના ખૂબ જ ચર્ચામાં આવી જાય છે.
આવી જ ઘટના તાજેતરમાં સુરતમાં બની હતી. સુરતમાં સરથાણા ની આનંદ હોસ્પિટલમાં એક પરિણીતાનું મોત થયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. આનંદ હોસ્પિટલમાં કાપોદ્રા ની 25 વર્ષીય પરિણીતાને દાખલ કરવામાં આવી હતી. પરિણીતાને એપેન્ડિક્સ ની તકલીફ હતી અને તેનો ઓપરેશન કરાવવા માટે તે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ઓપરેશન અત્યંત સામાન્ય હતું પરંતુ ઓપરેશન બાદ પરિણીતા ભાનમાં જ ન આવી. બેભાન અવસ્થામાં જ તેનું મોત થઈ ગયું. પરિણીતાનું મોત એપેન્ડિક્સ ના ઓપરેશન બાદ થઈ જતા પરિવાર આઘાતમાં સરી પડ્યો.
પરિવારજનોનો આક્ષેપ છે કે સ્ટાફની બેદરકારીના કારણે આ ઘટના બની છે. પરિવાર એ પરિણીતાના પોસ્ટમોર્ટમ કરવાની માંગ પણ કરી હતી. પરિણીતાને ન્યાય મળે તે માટે પરિવાર જનોઈએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો.
કાપોદ્રામાં રહેતા 25 વર્ષીય પ્રિયંકાબેનને એપેન્ડિક્સ ની તકલીફ થતા તેને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઓપરેશન બાદ બપોરે ત્રણ વાગ્યે તેમનું મોત થઈ ગયું. આ મામલે તેના પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો અને ફરિયાદ નોંધાવાની પણ માંગ કરી. કલાકો સુધી પરિવાર જનોએ મૃતદેહ સ્વીકાર્યો નહીં પરંતુ ત્યારબાદ સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરીને પરિવારને મૃતદેહ સ્વીકારવા માટે રાજી કર્યો.
પરિણીતાના પતિ અને પરિવારજનોનું કહેવું છે કે એનેસ્થેસિયા ના ડોક્ટરની ભૂલના કારણે પરિણીતાનો બેભાન અવસ્થામાં મોત થયું છે. પ્રિયંકાબેનને વધારે ડોઝ આપી દેવાથી તે ભાનમાં ન આવ્યા અને તેનું મોત થઈ ગયું.
મહત્વનું છે કે એ પ્રિયંકાબેન ના લગ્ન ત્રણ વર્ષ પહેલાં જ થયા હતા. તેમને એપેન્ડિક્સ ની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન પછી ડોક્ટરોએ પરિવારજનોને કહ્યું હતું કે 30 મિનિટમાં જ તે ભાનમાં આવી જશે. પરંતુ 30 મિનિટથી વધુ સમય પસાર થઈ ગયા પછી પણ પ્રિયંકાબેન ભાનમાં આવ્યા નહીં.
એક કલાકનો સમય વીતી જતા પરિવારને ચિંતા થઈ અને તેમણે ડોક્ટરોની વાત કરી. ક્યારે ડોક્ટરોએ તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને કહી દીધું કે ત્રણ કલાકમાં ભાન આવશે. ત્રણ કલાક સુધી પરિવારનો જીવ તાડવે ચોટેલો રહ્યો. અંતે ત્રણ ત્રણ કલાક પછી ડોક્ટરોએ પરિણીતાના પતિને કહ્યું કે તેનું મોત થઈ ગયું છે. ડોક્ટરોએ પરિવારને જણાવ્યું કે પ્રિયંકાબેનને હાર્ટ અટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું જ્યારે પરિવારનો આક્ષેપ છે કે તેમને એનેસ્થેસિયા વધારે આપી દેવામાં આવ્યું હોવાથી તેનું મોત થયું છે.