Amazon ના ગાડ જંગલ ની વચ્ચે બ્રાઝિલની એક એજન્સીને એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વ્યક્તિ છેલ્લા 26 વર્ષથી અહીં એકલો રહેતો હતો. આ વ્યક્તિ આદિજાતિ નો એકમાત્ર વારસદાર હતો તેના મૃત્યુની સાથે આ સંસ્કૃતિ પણ સમાપ્ત થઈ ગઈ.
આ વ્યક્તિને ધ મેન ઓફ હોલ કહેવામાં આવે છે. તેને આવું નામ એટલા માટે મળ્યું હતું કે તેણે જંગલમાં રહેવા માટે ઘણા મોટા ખાડા બનાવ્યા હતા. જેમાં તે રહીને પોતાનું જીવન પસાર કરતો હતો. તેની ઉંમર 60 વર્ષની હોવાનો અંદાજ છે.
તેના મૃત્યુ અંગે એજન્સી એ જાહેર કરેલા નિવેદન અનુસાર તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. તેના મૃતદેહ ને રાજધાની બ્રાઝિલિયામાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ત્યાર પછી તેને આ જંગલમાં જ દફનાવી દેવામાં આવશે.
આ વ્યક્તિનો એક ફોટો પણ હતો જેમાં તેનું શરીર પીછા થી ઢાંકેલું જોવા મળતું. જોકે આવું તે શા માટે કરતો તે જાણી શકાયું નથી.. આ વ્યક્તિનું મૃત્યુ થયું ત્યાં સુધી તે એકલો જ રહેતો અને કોઈની પણ સાથે વાત કરતો નહીં. આ વ્યક્તિના મૃત્યુથી એક આદિજાતિ લુપ્ત થઈ છે.
ફુનાઈને આવી 114 જાતિના પુરાવા મળ્યા છે જે બહારની દુનિયાથી અલગ રહે છે. તેમાંથી મોટાભાગના આદિવાસીઓને સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં આવતી નથી. Amazon ના જંગલોમાં રહેતા આવા લોકોને કેટલીક એજન્સીઓ જોતી હોય છે. પરંતુ જંગલોમાં મોટા પાયે વિનાશ કરવામાં આવતા આ પ્રકારના લોકો તેની જગ્યાઓ છોડીને જઈ રહ્યા છે અને અનેક લોકો ગાયબ થઈ રહ્યા છે.
આવી જ એક લુપ્ત આદિજાતિના આ વ્યક્તિ છેલ્લા 26 વર્ષથી જંગલોમાં એકલા વસવાટ કરતા હતા પરંતુ ૬૦ વર્ષની ઉંમરે તેનું પણ મૃત્યુ થતાં આ આદિજાતિ હવે લુપ્ત થઈ ગઈ છે.