Skip to content
- રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ટ શરુ થયો છે. જે અંગે હવામાન વિભાગે આગાહી પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ ભુક્કા બોલાવે તેવો વરસાદ થશે. જો વરસાદનું જોર આગાહી અનુસાર રહેશે તો રાજ્યમાં એટલો વરસાદ થશે જેટલો આજ સુધી કોઈએ જોયો ન હોય.
- હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે.
- હવામાન નિષ્ણાંતોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેસર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે. પરંતુ ખાસ તો કેટલાક જિલ્લાઓમાં તોફાની વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 12 ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. અહીંના કેટલાક વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- વાતાવરણમાં પલટો આવવાના કારણે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. ઓખા, દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો સાથે જ ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળ્યા હતા. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નદીકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
Related