લગ્ન પછી દંપત્તિ માટે સૌથી સારો દિવસ એવો છે જ્યારે તેમના ઘરે સંતાનનો જન્મ થાય. સંતાનના જન્મ વિના દાંપત્યજીવન અધૂરું રહે છે. સંતાન નથી લગ્ન જીવનની ખુશીઓ વધી જતી હોય છે. સંતાનમાં દીકરો હોય કે દીકરી આજના સમયમાં કોઈ ભેદભાવ રહ્યો નથી. પરંતુ આજના સમયમાં પણ કેટલાક લોકો એવા છે જે દીકરીના જન્મ પછી દીકરાની આશા રાખતા હોય છે.
આવો જ એક ચર્ચાસ્પદ બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે પહેલા ખોળે દીકરી નો જન્મ થાય પછી માતા પિતા અને વડીલો બીજા સંતાન માટે કહે છે જેથી દીકરાનો જન્મ થાય. આવી જ રીતે ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા એક રીક્ષા ચાલક સાથે થયું. આગ્રામાં વસતા મનોજકુમાર રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાત ચલાવે છે.
લગ્ન પછી તેની પત્ની ખુશ્બુ ગર્ભવતી થઈ. તેની તબિયત ખરાબ થતા તેમણે હોસ્પિટલમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ખુશ્બુના પેટમાં એક કરતાં વધુ બાળકો છે. જ્યારે ખુશ્બુની ડિલિવરી થઈ ત્યારે તેને ત્રણ દીકરીઓને જન્મ આપ્યો. દીકરીઓના જન્મથી માતા-પિતા ખુશ ખુશાલ થઈ ગયા.
જોકે ત્રણ દીકરીઓ પછી દીકરીઓની રક્ષા કરનાર અને પરિવારનું નામ આગળ વધારે તેવા દીકરોનો જન્મ થાય તે માટે તેમણે બીજી વખત પ્રેગ્નન્સી પ્લાન કરી. પરંતુ બીજી વખતમાં પણ રિક્ષાચાલક ના ઘરે ત્રણ સંતાનનો જન્મ થયો અને એ ત્રણેય પણ દીકરીઓ જ હતી. આમ ખુશ્બુ એ બે વખતની પ્રેગ્નન્સીમાં છ દીકરીઓને જન્મ આપ્યો.
રીક્ષા ચાલક ના ઘરે બીજી વખતમાં પણ ત્રણ દીકરીઓનો જન્મ થતાં પરિવારના લોકો વાતો કરવા લાગ્યા. રીક્ષા ચલાવીને છ દીકરીઓને મોટી કેવી રીતે કરશે અને લગ્ન કેવી રીતે થશે તેવી વાતો થવા લાગી. આ વાતોથી રીક્ષા ચાલકે જે જવાબ આપ્યો તેને સાંભળીને લોકો અવાક થઈ ગયા.
રીક્ષા ચાલકે સ્પષ્ટપણે કહી દીધું કે ભગવાન દીકરીઓ એને જ આપે છે જેનામાં ત્રેવડ હોય અને જે ભાગ્યશાળી હોય. હું પણ મારી છ દીકરીઓને સારી રીતે મોટી કરીશ અને તેમને છ દીકરીઓ છે તે વાત ઉપર ગર્વ છે. તેને દીકરીઓના જન્મ બદલ ભગવાનનો પણ આભાર માન્યો.
જોકે રીક્ષા ચાલક ની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ડોક્ટરોએ સરકાર તરફથી તેને મદદ મળે તેવી ભલામણ પણ કરી હતી.