ગુજરાતીઓ વિશે કહેવાય છે કે તેમની વેપાર બુદ્ધિને કોઈ પહોંચી શકે નહીં. ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ઉચ્ચ હોદ્દા પર ગુજરાતીઓ બેસે છે કારણ કે તેમનો મગજ બિઝનેસમાં ખૂબ જ સારો ચાલતો હોય છે. આવી જ વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે જ્યાં માત્ર 30 જ મિનિટમાં એક વ્યક્તિએ 5 લાખથી વધુ રૂપિયા કમાયા. આ બુદ્ધિશાળી વ્યક્તિ છે રમેશભાઈ સગર.
તેને હવે આખું ગુજરાત ઓળખવા લાગ્યું છે. તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં આ અંગે વિગતે વાત કરી હતી. તેને જણાવ્યું હતું કે એક દિવસ તે સવારે 9:30 વાગ્યે શેર બજારમાં ટ્રેડિંગ કરવા બેઠા. તેણે બે થી ત્રણ સોદા કર્યા પણ ખાસ મોમેન્ટ જોવા મળી નહીં તેથી તેણે 11:30 સુધી રાહ જોઈ. ત્યાર પછી તેણે બેલેન્સ ચેક કર્યું તો ખાતામાં કરોડૉ રૂપિયા આવ્યા હતા. આ આંકડો જોઈને તેનું મગજ ચકરાવે ચડી ગયું.
તેને લાગ્યું કે આટલી મોટી રકમ બેંક વાળા તરફથી ભૂલથી જમા થઈ ગઈ હશે. પરંતુ તેણે જરા પણ સમય ગુમાવ્યા વિના મગજ વાપર્યો અને અડધો કલાક માટે રૂપિયા શેર બજારમાં રોક્યા. અડધો કલાકમાં જ તે પ્રોફિટ બુક કરાવીને પાછા નીકળી ગયા.
તેને બાર વાગ્યે ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું અને 12:30 સુધી ઇન્વેસ્ટ કર્યું અને પ્રોફિટ બુક કર્યું. સાંજે 08:00 વાગ્યે જ્યારે સેટલમેન્ટ થયું ત્યારે તેના ખાતામાં જે રૂપિયા ભૂલથી આવ્યા હતા તે પરત થઈ ગયા. પરંતુ તેમ છતાં તેના ખાતામાં 5 લાખ 64 000 રૂપિયા બચ્યા.
તેના ખાતામાં જે કરોડો રૂપિયા આવ્યા હતા તેમાંથી તેમણે નિફ્ટીકોલ ફૂડમાં ટ્રેડિંગ કર્યું. તે ઘણા સમયથી ટ્રેડિંગ કરે છે અને તેને આ વખતે ઇન્વેસ્ટ કર્યું. જેમાંથી ભૂલથી આવેલા પૈસા પરત થયા ત્યાં સુધીમાં તેને પાંચ લાખથી વધુ નો નફો કમાઈ લીધો.
આ વ્યક્તિના પરિવારમાં તેની પત્ની અને ત્રણ બાળકો છે જે એમ્બ્રોઇડરીના બિઝનેસ સાથે જોડાયેલા છે. સામાન્ય રીતે તેની મહિનાની આવક 50000 છે પરંતુ આ વખતે તેણે 30 જ મિનિટમાં પાંચ લાખથી વધુની કમાણી કરી લીધી.