દુનિયામાં એક મંદિર એવું પણ આવેલું છે જ્યાં મજૂરોની ચાર પેઢી વીતી ગઈ છે છતાં પણ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતું નથી. આ મંદિર તૈયાર કરવાનું કામ 112 વર્ષથી ચાલી રહ્યું છે અને તેમાં 400 કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે.
રાધાસ્વામી સંપ્રદાયના પ્રથમ ગુરુ પૂર્ણઘનિ મહારાજની સમાધિ અને મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. દુનિયામાં આ વિચારધારાને અનુસરતા 20 કરોડથી વધુ લોકો છે. આ મંદિર તાજમહેલને પણ પાછળ છોડી દે તેવું છે પરંતુ વર્ષોથી તેનું નિર્માણ કાર્ય પૂર્ણ નથી થઈ રહ્યું.
મંદિરના પાયામાં 50 થી 60 ફૂટ ઊંડે પથ્થરો રાખીને થાંભલા મુકવામાં આવ્યા છે. તેને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે ભૂકંપ કે તોફાન આવે તો પણ મંદિરને અસર થાય નહીં. મંદિર નું નિર્માણ કાર્ય 1904 માં શરૂ થયું હતું. આજે 112 વર્ષ વીતી ગયા છે છતાં પણ મંદિર પૂરું થવામાં હજી દસ વર્ષનો સમય લાગી શકે છે.
મંદિરનો નકશો સો વર્ષ પહેલા એક ઇટાલિયન કંપનીએ બનાવ્યો હતો. છેલ્લા 112 વર્ષથી 200 જેટલા મજૂરો સતત આ મંદિરનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે. કેટલાક મજૂરો તો એવા છે જેમની ચોથી પેઢી આ મંદિરના નિર્માણ કાર્યમાં જોડાય છે. ખાસ વાત એ છે કે આ મંદિર માટે કોઈ પણ ભક્ત પાસેથી દાન લેવામાં આવતું નથી.
અત્યાર સુધીમાં 400 કરોડનો ખર્ચ થયો છે અને તે સરકારી કે બિનસરકારી મદદ વિના કરવામાં આવ્યો છે. આ સંપ્રદાયના અનુઆયો પોતાના પૈસાથી જ મંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે.
પૂર્ણ ધની નો જન્મ 24 ઓગસ્ટ 1818 માં આગ્રામાં થયો હતો. તેમનું નામ શિવ દયાલ સિંહ હતું અને તેમને શરૂઆતમાં યુપીના બાંધવામાં સરકારી ઓફિસમાં ફારસી ભાષાના નિષ્ણાંત તરીકે કામ કર્યું હતું. 1861 માં તેમણે વસંત પંચમીના દિવસે સત્સંગ કરી અને પોતાની ફિલ્મ સુખી સતનામ અનામીનું સ્થાપન કર્યું અને હવે તેના અનુયાયીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે.