એક વિદ્યાર્થી માટે તેના શિક્ષક ભગવાન સમાન હોય છે. કારણ કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજળું બનાવે છે અને તેને જીવનમાં સાચો રસ્તો દેખાડે છે. પરંતુ આજના કળિયુગમાં કેટલાક શિક્ષકો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના પવિત્ર સંબંધને કલંક લગાડે છે. કેટલાક ટીચર એવા હોય છે જે પોતાના જ વિદ્યાર્થીઓ થી પોતાની હવસ સંતોષે છે. આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે જેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે અને લોકો ટીચર ઉપર રોષ ઠાલવી રહ્યા છે.
અમેરિકાના ફ્લોરિડામાં એક ગર્ભવતી ટીચર ની ધરપકડ પોલીસે કરી હતી. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે લોકો સમગ્ર ઘટનાને જાણીને ચોંકી ઉઠ્યા. આ ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર 41 વર્ષીય શિક્ષિકાએ પોતાના ૧૫ વર્ષના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. જેના કારણે આ મહિલા વિદ્યાર્થીના બાળકની માતા બનવા જઈ રહી છે. ત્યાર પછી ટીચરની ધરપકડ કરવામાં આવી કે તેણે વિદ્યાર્થી સાથે યૌન શોષણ કર્યું.
જોકે વિદ્યાર્થીઓ ટીચર પર લગાવેલા આરોપને નકાર્યા છે અને કહ્યું છે કે તેનું શોષણ કરવામાં આવ્યું નથી અને જે કંઈ પણ થયું છે તે બંનેની મરજીથી થયું છે. પરંતુ અમેરિકાના કાયદામાં સગીરની સહમતીને સ્થાન આપવામાં આવ્યું નથી તેથી ટીચર વિરુદ્ધ કાર્યવાહી થશે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ એકતા 41 વર્ષે શિક્ષિકા 15 વર્ષના બાળકની માતા બનવાની છે અને તે આઠ મહિનાથી પ્રેગ્નેન્ટ છે.