ઘણી વખત નવજાત બાળકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે તેને રેર ઓફ ધ રેર કેસ કહેવાય. આવી જ એક સર્જરી અને રેર કેસ લખનઉમાંથી સામે આવ્યો. અહીં એક નવજાત બાળકની રેર કહી શકાય તેવી સર્જરી કરવામાં આવી જેના કારણે આ કિસ્સો ખૂબ જ ચર્ચામાં છે.
અહીં એક પરિવારમાં બાળકનો જન્મ થયો હતો અને બાળક પાંચ જ દિવસનું હતું ત્યાં તેનું પેટ ફુલવા લાગ્યું. બાળકનું પેટ વિચિત્ર રીતે ફૂલી ગયું હોવાથી પરિવાર તુરંત જ હોસ્પિટલ પહોંચી ગયો. ડોક્ટર હોય એ બાળકની તપાસ કરી અને રિપોર્ટ કર્યા તો એક વિચિત્ર સત્ય સામે આવ્યું.
બાળકના રિપોર્ટ અનુસાર તે બાળકને કુદરતી રીતે મળદ્વાર ન હતું. મોડ પેટમાં જ થઈ જતું હતું તેના કારણે તેનું પેટ ફુલવા લાગ્યું હતું. આ વાત જોઈને ડોક્ટર ઉપર ચોકી ગયા. તુરંત જ બાળકોના સર્જનને આ બાબતે જાણ કરવામાં આવી અને સમગ્ર ઘટના વિશે અવગત કરવામાં આવ્યા.
ડોક્ટરોએ બાળકની તપાસ કરી અને પરિવારને જણાવ્યું કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો બાળકના જીવ પર જોખમ વધી જશે. બાળકને બચાવવું હોય તો તેની એક જટિલ સર્જરી કરવી પડશે અને તેનું મળ દ્વાર બનાવવું પડશે.
બાળકનો જીવ બચાવવા માટે માતા પિતા એ મંજૂરી આપી દીધી અને લખનઉના ઇતિહાસમાં પહેલી વખત આવી જટિલ સર્જરી કરવામાં આવી. આ પ્રકારનો કેસ આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં સામે આવ્યો નથી.
આ સર્જરીમાં પાંચ દિવસના એનેસ્થેષ્ય આપવું પણ પડકાર જનક હતું. પરંતુ ડોક્ટરોની ટીને ખૂબ જ સાવધાની પૂર્વક આ જતિલ સર્જરી સફળતાપૂર્વક કરી અને બાળકને નવજીવન આપ્યું.