50 વર્ષના શિક્ષકે તેના ટ્યુશનમાં આવતી 20 વર્ષની વિદ્યાર્થીની સાથે કરી લીધા લગ્ન… સોશિયલ મીડિયામાં વિડિયો કર્યો શેર

આજના સમયમાં લોકો લગ્ન કરવા માટે જ્ઞાતિ કે જાતિની ચિંતા કરતા નથી. ઘણા કપલ એવા પણ હોય છે જે ઉંમરના બંધનને પણ માનતા નથી અને પોતાનાથી મોટી ઉંમરના કે નાની ઉંમરના પાર્ટનર સાથે લગ્ન કરે છે.

પરંતુ આજે તમને એક એવા લગ્ન વિશે જણાવીએ જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. આ અંગે લોકો પણ ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે આ ઘટનામાં એક 50 વર્ષના શિક્ષકે પોતાની જ 20 વર્ષની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા છે

ગુરુ અને શિષ્યના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ આ ઘટનામાં બિહારના સમજતી પુર માંથી એવી વાત સામે આવી છે કે જેમાં 50 વર્ષના અંગ્રેજી ભણાવતા શિક્ષકે 20 વર્ષની પોતાની જ વિદ્યાર્થીની જે અંગ્રેજીના ટ્યુશન માટે તેના ઘરે આવતી હતી તેની સાથે પ્રેમ થતા લગ્ન કરી લીધા.

વિદ્યાર્થીની કોચિંગ સેન્ટરમાં આવતી અને તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. ત્યાર પછી સમાજની ચિંતા કર્યા વિના બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. પોતાના લગ્નના પુરાવા તરીકે તેમણે કેટલીક તસ્વીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

વીડિયોમાં જ શિક્ષક દેખાય છે તે 50 વર્ષના છે અને વિદ્યાર્થી નીચેનું નામ શ્વેતા છે તે માત્ર 20 વર્ષની છે. 50 વર્ષના સંગીત કુમારના ટ્યુશનમાં જતી શ્વેતા તેના પ્રેમમાં પાગલ થઈ ગઈ અને પછી બંનેએ સાથે જ જીવવા મરવાના વાયદા કરી લીધા. થોડાક સમયમાં તેમને કેટલાક અંગત લોકોની હાજરીમાં મંદિરમાં લગ્ન કરી લીધા અને તેનો વિડીયો બનાવ્યો. હવે આ લગ્ન ઉપર લોકો પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.

Leave a Comment