ઇન્દોર ખાતેથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં 60 વર્ષના એક વ્યક્તિને લગ્ન કરવા મોંઘા પડ્યા છે. આ વ્યક્તિએ લગ્ન એટલા માટે કર્યા હતા કે તેને કોઈનો સાથ મળે પરંતુ લગ્ન કર્યા પછી નિવૃત્ત વીજળી કર્મચારી પેટ ભરીને પસ્તાઇ રહ્યા છે. 60 વર્ષના વૃદ્ધને તેનાથી નાની ઉંમરની વ્યક્તિ લગ્ન માટે મળી પણ ગઈ અને તેણે લગ્ન પણ કર્યાં. પરંતુ લગ્ન પછી તેની સાથે જે થયું તેની કોઈએ કલ્પના પણ ન કરી હોય.
આ ઘટના બની છે રૂપદાસ સાથે. તેમની ઉંમર 60 વર્ષની છે અને તેમની પહેલી પત્નીનો અવસાન 1992 માં થયું હતું. રૂપદાસ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતું. રૂપદાસ એ આવી સ્થિતિમાં બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. જેથી તેને કોઈનો સાથ મળે. આ અંગે તેણે તેના મિત્રને જાણકારી આપી.
રૂપ દાસના મિત્રએ બીજા જ દિવસે એક મહિલા સાથે તેની મુલાકાત કરાવી. મહિલા રૂપદાસ કરતાં ઉંમરમાં નાની હતી અને દેખાવડી પણ હતી તેથી રૂપદાસે લગ્ન માટે તુરંત જ હા કહી દીધી. રૂપદાસ અને તે મહિલા જેનું નામ પૂજા હતું તેના લગ્ન થઈ ગયા.
લગ્નના થોડા જ દિવસમાં પૂજા ઘરમાંથી ગાયબ થઈ ગઈ. રૂપદાસે ઘરમાં જોયું તો ઘરેથી ત્રણ લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા. તે સમગ્ર મામલો સમજી ગયા અને તેણે તુરંત જ પોતાના મિત્રને આ અંગે જણાવ્યું. સાથે જ તને પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે તેના મિત્રની અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી.
આ સમગ્ર મામલે પોલીસને શંકા જોતા તેને રૂપદાસના મિત્રની પત્નીને પણ પોલીસ સ્ટેશન બોલાવી. જ્યારે રૂપદાસના મિત્રની પત્ની પોલીસ સ્ટેશન આવી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે તેના મિત્રની પત્ની પૂજા જ હતી જેની સાથે રૂપદાસ ના લગ્ન થયા હતા. પૂજાને જોઈને રૂપદાસ સમજી ગયો કે તેના મિત્રએ પૈસાની લાલચમાં પોતાની જ પત્નીના લગ્ન તેની સાથે કરાવી દીધા. પોલીસે રુપદાસના મિત્ર અને તેની પત્ની સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી.