સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર થાય એટલે વ્યક્તિ જાતે જ નિવૃત્તિ લઈ લેતા હોય છે અને આરામ નું જીવન જીવવાનું પસંદ કરે છે. આ ઉંમર સુધી પહોંચતા દરેક વ્યક્તિને થાય છે કે હવે ખૂબ દોડાદોડી કરી લીધી હવે આરામ કરીએ. પરંતુ આવી સ્થિતિમાં પણ એક મહિલા એવા છે જેવો બાળકોનું ભવિષ્ય ઉજવળ કરવા માટે સતત મહેનત કરી રહ્યા છે. આ મહિલા નારાયણી બેન છે અને તેની ઉંમર 65 વર્ષની છે.
આ બેન નાના બાળકોને ભણાવવા માટે રોજ 25 km સુધી ચાલે છે અને તેમને ભણાવવા માટે જાય છે. શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ બાળકોનું ટ્યુશન ક્યારેય તેઓ બગાડતા નથી. પોતાના ઘરેથી બાળકોના ઘર સુધી ચાલીને જતા તેમને 25 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. પરંતુ તેમ છતાં તે આ કામ કરે છે.
તેઓ પોતે બાર ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા છે પરંતુ તેમ છતાં તેઓ ઘણી ભાષાનું જ્ઞાન ધરાવે છે અને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે તેમને ટ્યુશન કરાવે છે. બાળકની જે ભાષા હોય તેમાં તેને ભણાવી શકે તે માટે તેમણે પણ અલગ અલગ ભાષા શીખી.
12 ધોરણ સુધીનો અભ્યાસ કરીને પરિવારમાં જરૂર પડતા તેમણે બાળકોનું ટ્યુશન કરાવવાનું શરૂ કર્યું હતું. ટ્યુશન કરાવવાની આ યાત્રા ત્યારથી શરૂ થઈ અને સતત 40 વર્ષથી ચાલી રહી છે. આજે પણ તેઓ આ ઉંમરે પણ ચાલીને બાળકોના ઘર સુધી જાય છે અને તેમને ભણાવે છે.