પાટણના આ મંદિરમાં કાળકા માં બિરાજે છે સાક્ષાત, દર્શન કરવા માત્રથી ભક્તોની ચિંતા, સમસ્યા થાય છે દૂર અને ઈચ્છા થાય છે પુરી

નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ દિવસોમાં ભક્તો માતાની આરાધના કરે છે અને નવ દિવસ સુધી ઉપવાસ પણ કરે છે. મોટી સંખ્યામાં ભક્તો આ નવ દિવસો દરમિયાન માતાના મંદિરોમાં દર્શન કરવા જતા હોય છે. રાજ્યમાં પણ માતાજીના અલગ અલગ સ્વરુપના ઘણા મંદિરો આવેલા છે. આ મંદિરોમાંથી કેટલાક તો એવા છે જ્યાં માતાજી હાજરાહજુર બીરાજતા હોય તેવી અનુભૂતિ ભક્તોને થાય છે.

આવું જ એક મંદિર પાટણમાં આવેલું છે. આ મંદિર કાલિકા માતાનું છે. આ ખૂબ પ્રાચીન મંદિર છે અને નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

આ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો અહીં સિદ્ધરાજ જયસિંહે માતાજીની આરાધના કરી હતી. તેનાથી માતાજી પ્રસન્ન થયા અને ગયા માગ્યા હતા. ત્યારે સિદ્ધરાજ જયસિંહે બે ગઢ બનાવ્યા. અહીં માતાજીનું મુખારવિંદ સ્વયંભૂ છે. માતાજીને અહીં 34 મસાલાવાળુ પાન ધરવામાં આવે છે અને પછી ભક્તો તેને પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે.

આ મંદિર 800 વર્ષ કરતાં પણ વધારે જુનું છે. પાટણમાં આવેલું આ એક માત્ર મંદિર છે જ્યારે માતાજીના સંપૂર્ણ મુખારવિંદના દર્શન થાય છે.

Leave a Comment