જીવનમાં સફળ થવું હોય તો સંઘર્ષ કર્યા વિના તે શક્ય નથી. સફળ થવા માટે સંઘર્ષ કરવો જ પડે છે. આવી જ કંઈક કહાની છે રાજસ્થાનમાં રહેતી 17 વર્ષની રવિનાની. રવિના ની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
તે બકરીઓ ચઢાવવાનું કામ કરે છે અને તેના ઘરનું ગુજરાન પણ માંડ માંડ ચાલે છે. પરંતુ તેને પોતાના પરિવાર અને પોતાનું ભવિષ્ય સુધારવું છે તેથી તે અભ્યાસમાં ખૂબ જ મહેનત કરે છે. આ મહેનતના કારણે જ તે ધોરણ 12 માં રાજસ્થાન બોર્ડમાં ટોપ કરીને 93% સાથે પ્રથમ આવી છે. બકરીઓ ચરાવવાની સાથે તે અભ્યાસમાં પણ ધ્યાન આપતી હતી. તેણે કરેલી મહેનતના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
રવિના દિવસે બકરીઓ ચઢાવવાનું કામ કરતી અને પરિવારની મદદ કરતી અને સાંજે ટોર્ચના અજવાળામાં અભ્યાસ કરતી. તેના પિતાનું થોડા સમય પહેલા અવસાન થઈ ગયું હતું તે ત્યારથી તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી હતી. તે પોતાની માતા સાથે એક નાનકડી ઝૂંપડીમાં રહેતી. રવિના ને એક નાનો ભાઈ અને બહેન પણ છે જેનું ધ્યાન પણ તે રાખતી અને અભ્યાસ પણ કરતી.
બપોરના સમયે તે બકરીઓ ચરાવવા જતી અને સાંજે પરત ફરીને ઘરના કામ કરી ત્રણ કલાક જ અભ્યાસ કરતી. લાઈટની સુવિધા ન હોવાના કારણે તે રાત્રે ભણી શકતી નહીં તેથી સાંજથી ત્રણ કલાક તે ભણી લેતી. જોકે આ ત્રણ કલાક દરમિયાન તે એટલું અભ્યાસ કરતી કે તેને 93% મેળવ્યા અને ડિવિઝનમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું.