જન્મ પછી અચાનક જ બાળકને શરીરમાં હલનચલન થઈ ગયું બંધ, મહિલા ડોક્ટરે માઉથ ટુ માઉથ શ્વાસ આપીને બાળકનો બચાવ્યો જીવ

દુનિયામાં ભગવાન પછી ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. કારણ કે ડોક્ટર રોજે રોજ હજારો લોકોના જીવ બચાવતા હોય છે. કોરોના જેવા કપરા સમયમાં પણ ડોક્ટરો દેવદૂત બનીને લોકોનું રક્ષણ કરી રહ્યા હતા. આવી જ એક સ્થિતિ તાજેતરમાં જ સર્જાઈ હતી જેમાં ફરી એકવાર ડોક્ટરે દેવદૂત બનીને નવજાત બાળકનો જીવ બચાવ્યો.

સામે આવી છે તેમાં એક મહિલા ડોક્ટર વિશે વાત કરવામાં આવી છે. એક બાળક જન્મ પછી અચાનક જ શ્વાસ લઈ શકતો ન હતો તેના શરીરમાં હલનચલન બંધ થઈ ગયું. તેવામાં મહિલા ડોક્ટરે તેને તુરંત જ નવું જીવન આપ્યું.

બાળકનો જન્મ થયો પછી તેના શરીરમાં અચાનક હલચલ બંધ થઈ ગઈ અને ડોક્ટરે તપાસ કરી તો સામે આવ્યું કે તે શ્વાસ લઈ શકતું નથી તેથી બાળકને ઓક્સિજનની જરૂર પડશે. જોકે ઓક્સિજન આપ્યા પછી પણ ફરક દેખાયો નહીં તેથી હોસ્પિટલની ડોક્ટર સુરેખા ચૌધરીએ બાળકને પોતાના હાથમાં લઈ લીધું અને પછી પોતે જ માઉથ ટુ માઉથ શ્વાસ આપવા લાગ્યા.

બાળકને સાત મિનિટ સુધી આવી રીતે શ્વાસ આપવાથી તેના શરીરમાં હલચલ થવા લાગી અને બાળકનો જીવ બચી ગયો. બાળકને નવું જીવન મળતા પરિવારના લોકો પણ ખુશ થઈ ગયા. તેમણે તુરંત જ મહિલા ડોક્ટરનો ખુબ આભાર માન્યો. જો મહિલા ડોક્ટરે સમય સૂચકતા દાખવીને ટ્રીટમેન્ટ કરી ન હોત તો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.

Leave a Comment