એશિયાના સૌથી ધનિક પરિવાર માંથી એક અંબાણી પરિવાર છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. અમારી પરિવારના કોઈને કોઈ સભ્ય પોતે કરેલા કામના કારણે ચર્ચામાં રહે છે. મૂળ ગુજરાતના એવા અંબાણી પરિવારના મુકેશ અંબાણી પોતાની મહેનત અને બુદ્ધિથી વિશ્વભરના ઉદ્યોગપતિઓ સાથે સ્પર્ધા કરી રહ્યા છે.
તેમના દીકરા આકાશ અંબાણી અને અનંત અંબાણી તેમજ ઈશા અંબાણી પણ પિતા સાથે બિઝનેસમાં જોડાયેલા છે. જે રીતે પિતા બિઝનેસ અને સામાજિક કાર્યોમાં આગળ રહે છે તે રીતે તેના સંતાનો પણ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આગળ રહે છે.
અંબાણી પરિવાર શ્રીનાથજી ભગવાન સહિતના ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. ગુજરાતમાં આવેલા પ્રખ્યાત મંદિરો ખાતે પણ અંબાજી પરિવાર ઘણી વખત દર્શન કરવા આવે છે. અંબાણી પરિવાર નાથદ્વારા ની મુલાકાત અનેક વખત લઈ ચૂક્યા છે. તેવામાં તાજેતરમાં મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી સોમનાથ મંદિરની મુલાકાતે આવ્યો હતો.મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ ગુજરાતની મુલાકાત કરી અને સોમનાથ મંદિરે દર્શન કર્યા હતા. અહીં તેણે પૂજા અર્ચના કરી અને સાથે જ 21 સોનાના કળશ અને 90 લાખ રૂપિયાના ચાંદીના વાસણ નું દાન કર્યું.
મહત્વનું છે કે 16 સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના તિરુમાલા તિરુપતિ મંદિરમાં મુકેશ અંબાણી પોતે દર્શન કરવા ગયા હતા. તેમની સાથે તેમની થનાર નાની બહુ રાધિકા મર્ચન્ટ પણ હતી. અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ રાધિકા મુકેશ અંબાણી સાથે જોવા મળી હતી. તે સમયે આ મંદિરમાં એક કરોડ રૂપિયાની રકમ મુકેશ અંબાણીએ દાનમાં આપી હતી.
ત્યાર પછી થોડા જ દિવસોમાં અનંત અંબાણીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને અહીં પૂજા અર્ચના કરી. તેને અહીં 51 સોનાના કળશ ની પૂજા કરી હતી અને અંબાણી પરિવાર વતી ચાંદીના વાસણનું દાન કર્યું. જેની અંદાજિત કિંમત ૯૦ લાખથી વધુ છે. મહત્વનું છે કે સોમનાથ દાદાની રોજની પૂજામાં ચાંદીના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ અનંત અંબાણીએ મંદિરના ટ્રસ્ટને 1.51 કરોડ રૂપિયાનું દાન પણ કર્યું.
અનંત અંબાણીએ સોમનાથ મહાદેવ સમક્ષ શ્રી ઝુકાવ્યું અને ગંગાજળથી અભિષેક પણ કર્યો હતો. તેમના હસ્તે સુવર્ણ કલોસ ની પૂજા પણ કરાવવામાં આવી હતી.