સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી લોકો ફેમસ થવા માટે અવનવા વીડિયો બનવાત હોય છે. જો કે કેટલાક લોકો ફેમસ થવાની લાલચમાં એવું કામ કરે છે જેના કારણે લોકો તેને ટ્રોલ કરે છે. આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં વીડિયો બનાવનાર માતા પુત્ર પર લોકો ગુસ્સે થયા છે. માતા પુત્રના સંબંધોને લજવનાર આ જોડીને જોઈ લોકોનું લોહી ઉકળી જાય તેમ છે.
આ વીડિયોમાં જે જોવા મળે છે તે માતા અને પુત્રની જોડી છે તેણે રોમેન્ટીક ગીત પર રીલ્સ બનાવી તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. માતા પુત્ર રોમેન્ટિક થતા લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુવતી અને યુવક રોમેન્ટિક રીતે ડાન્સ કરી રહ્યા છે. ખરેખર તેમણે બધી જ હદો પાર કરી છે. પરંતુ આ વીડિયોમાં જે જોવા મળે છે તે હકીકતમાં કોઈ કપલ નથી. તે તો માતા અને પુત્રની જોડી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.
વીડિયોના કેપ્શનમાં જ તેમણે પોતાને માતા અને પુત્ર ગણાવ્યા છે. આ વાતથી લોકો ભડકી ગયા છે. લોકોનો રોષ આ જોડી પર ફુટી નીકળ્યો છે. લોકો માતા પુત્રને આ રીતે પ્રેમી તરીકે જોઈને ગુસ્સે થયા છે.
આ વીડિયોની સાથે લોકો માતા પુત્ર પર પણ ધિક્કાર વરસાવી રહ્યા છે. માતાનું સ્થાન ભગવાન સમાન આપણા સમાજમાં ગણવામાં આવે છે તેવામાં માતા અને પુત્ર આ રીતે રોમેન્ટીક થતા લોકો ગુસ્સે ભરાયા છે. લોકો તેમના વિરુદ્ધ પગલા લેવાની પણ વાત કરી રહ્યા છે.