સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો રોજે રોજ વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક વિડીયો એવા હોય છે જે સમાજમાં એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણી રૂપ હોય અને તેનાથી જાગૃતિ મેળવી શકાય. બપોરના સમયે મોટાભાગે દરેક ઘરમાં મહિલાઓ અને બાળકો એકલા હોય છે કારણ કે આ સમયે ઘરના પુરુષો નોકરી ધંધા પર વ્યસ્ત હોય છે. આવા સમયનો લાભ લઈને કેટલાક લોકો ન કરવાના કામ પાર પાડતા હોય છે. આવી જ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ઘટનામાં સીસીટીવી માં જોવા મળે છે કે એક યુવાન પોલીસના યુનિફોર્મમાં એક મહિલાના ઘરે પહોંચે છે. તે દરવાજો ખખડાવીને મહિલા પાસે પીવાનું એક ગ્લાસ પાણી માંગે છે. યુવાન પોલીસના યુનિફોર્મ માં હોવાથી મહિલાને લાગે છે કે તે ફરજ પર હશે અને તરસ લાગી હશે તેથી તેણે દયા ખાઈને યુવકને પાણી પીવા માટે આપ્યું.
એક ગ્લાસ પાણી પીને યુવાને કહ્યું કે હજી એક ગ્લાસ પાણી જોઈએ છે. ઉતાવળમાં મહિલા ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને બીજો ગ્લાસ પાણીનો ભરવા ગઈ. તે આવી રહી હતી પરંતુ ત્યારે તેણે જોયું કે યુવક ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેને તુરંત જ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો અને બૂમ પાડી પરંતુ તે મહિલા કંઈ કરી શકે તે પહેલા જ યુવક મહિલાને ધક્કો મારીને ઘરની અંદર ઘૂસી જાય છે.
મહિલા બુમા બુમ કરે છે અને તેનો અવાજ સાંભળીને યુવકના સાગ્રિતો જે પહેલાથી જ નીચે ઊભા હતા તે પણ ઘરમાં ઘૂસી જાય છે. બધા જ લોકો ઘરમાં ઘૂસીને લૂંટફાટ કરવાનું શરૂ કરે છે. મહિલા તેને બચાવવા માટે રાડા રડ કરે છે પરંતુ કોઈ પણ આસપાસ રહેતી વ્યક્તિ પણ મદદ આવતી નથી. મહિલા જે અપાર્ટમેન્ટમાં રહેતી હતી તેની બહાર જ એક સીસીટીવી હતા જે ફૂટેજમાં બધી જ ઘટના કેદ થઈ.
જાણવા એમ પણ મળે છે કે મહિલાનો અવાજ સાંભળીને કેટલાક લોકોએ ઘરના દરવાજા ખોલ્યા પરંતુ લૂંટ થતી જોઈને તેઓ પોતાના ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા અને એકલી રહેતી મહિલા ને મદદ કરવા કોઈ ન આવ્યું. જો કોઈએ હિંમત બતાવી હોત તો મહિલા નું ઘર લુંટાતા બચી જાય.
આ વિડીયો એવી મહિલાઓ માટે ચેતવણી રૂપ છે જે બપોરના સમયે એકલી હોય છે અને અજાણ્યાને મદદ કરવા માટે દરવાજો ખોલતી હોય છે. આવી રીતે કોઈપણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા 100 વખત વિચારવું પડે એવો આ વિડિયો છે.