નાગોર જિલ્લામાં એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા. આ અકસ્માત અત્યારે થયો જ્યારે આ પરિવાર પોતાના બાળકનું મુંડન કરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. બીજા દિવસે પરિવાર મુંડનની ખુશી ઉજવે તેને બદલે પરિવારના ચાર સભ્યોના અંતિમ સંસ્કાર કરવા પડ્યા. સાથે જ જે બાળકનું મુંડન થયું હતું તેને દફનાવવું પડ્યું.
જે પરિવાર હસી ખુશીથી મુંદન કરવા નીકળ્યો હતો તેના પરિવારના ચાર લોકોના મૃતદેહ ગામમાં આવતા સમગ્ર ગામમાં સન્નાટો થઈ ગયો હતો. જ્યારે એક સાથે ચાર મૃત્યુ દેહના અંતિમ સંસ્કાર થયા તો આખું ગામ હિબકે ચડ્યું હતું અને બધાની આંખો ભીની થઈ ગઈ.
આ અકસ્માતમાં ઘરના મુખ્ય વ્યક્તિ સુવા લાલ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની પત્ની, પુત્રવધુ, પુત્ર અને પૌત્ર નું ઘટના સ્થળે જ મોત થયું. સાથે જ વાહન ચલાવનાર ડ્રાઇવરનું પણ મોત નીપજ્યું. આ અકસ્માતમાં અન્ય નવ લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
જાની માં રહેતા સુવા લાલ પોતાના પરિવાર સાથે પૌત્ર નું મુંડન કરવા માટે રામદેવરા ગયા હતા. ક્યાંથી તેઓ રાત્રે 10:30 વાગ્યે પરત ફરી રહ્યા હતા ત્યારે હાઇવે ઉપર કાર્ડ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં જે બાળકનું મુંડન હતું તેના સહિત ચાર લોકોના મોત થયા અને નવ લોકો ઇજાગ્રસ્ત થયા.