રાજસ્થાનના ઉદયપુર નજીક આવેલા બેડલા ગામમાં માતા સુખદેવીનું મંદિર આવેલું છે. આ મંદિર 8મી સદીનું છે અને અહીં અનેક ભક્તો દર્શન કરવા આવે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહીં નકારાત્મક શક્તિથી મુક્તિ મેળવવા લોકો આવતા હોય છે.
મંદિરમાં એક વૃક્ષ આવેલું છે જેની આસપાસ બકરીઓ અને મરઘીઓ જોવા મળે છે. અહીં મનોકામના પૂર્ણ થવા પર લોકો મંદિરમાં બકરી અને મરઘી મુકી જતા હોય છે. વર્ષો પહેલા અહીં પણ બલી ચઢાવામાં આવતી હતી. પરંતુ હવે આ પ્રથા બંધ છે તેથી ભક્તો અહીં જીવતા પ્રાણી મુકી જાય છે.
નવમા નોરતાના દિવસે અહીં વિશેષ ભીડ જોવા મળે છે. આઠમના દિવસે અહીં પૂજા અને હવન થાય છે. સુખદેવી માતાના મંદિરે એવા ભક્તો મોટી સંખ્યામાં આવે છે જેમને લકવા સહિતની બીમારી હોય અથવા તો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય. આ સમસ્યા ધરાવતા લોકો અહીં દર્શન કરી મનોકામના રાખે તો તે પૂર્ણ થાય છે.
લકવાગ્રસ્ત વ્યક્તિ અહીં દર્શન કરે તો તેમનો લકવો દુર થાય છે. બાળકની ઈચ્છા પુર્ણ થાય ત્યારે લોકો અહીં આવેલા ઝાડ પર ઝુલો લટકાવી મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ટેકરી પર બનાવેલું છે અને ત્યાં સુધી જવા માટે ટેકરી કાપીને રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.