21000 રૂપિયા લઈને ભક્ત પહોંચ્યો મોગલધામ, જણાવી એવી વાત કે બધા જ બોલી ઉઠ્યા જય માં મોગલ

માતા મોગલ ને યાદ કરીને ભક્તો છે પણ માનતા રાખે છે તે અચૂક પૂર્ણ થાય છે. જ્યારે પોતાની માનતા પૂરી થાય ત્યારે ભક્તો મોગલમાના ચરણે દોડી આવે છે. અત્યાર સુધીમાં મોગલમાના પરચા ના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. આજે તમને એક આવો જ કિસ્સો જણાવીએ જેને જાણ્યા પછી તમે પણ બોલી ઉઠશો જય માં મોગલ.

જ્યારે પણ ભક્તોની અશક્ય હોય તેવી માનતા પૂરી થઈ જાય છે તો લોકો હજારો રૂપિયા લઈને મોગલ ધામ આવે છે. પરંતુ મોગલ ધામ એવી જગ્યા છે કે જ્યાં રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી મણીધર બાપુ પણ કહે છે કે અહીં રૂપિયાની જરૂર નથી ભક્તોએ બસ માતામાં શ્રદ્ધા રાખવી.

જે પણ ભક્તને માતાજીમાં અતૂટ શ્રદ્ધા હોય છે તેની ઈચ્છા અચૂક પૂરી થાય છે. કચ્છના કબરાવમાં માતાજી હાજર હજૂર બિરાજે છે અને ભક્તોની બધી જ મનોકામના તેઓ પૂરી કરે છે. આજ સુધી અહીંથી કોઈ પણ ભક્ત દુઃખી પણ સાથે પરત ગયો નથી.

મોગલ ધામમાં લાખો ભક્તો આવતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અહીં માતાજીની ગાદી મણીધર બાપુ સંભાળે છે. તેઓ ભક્તોને માતાજીને પ્રસન્ન કરવાના ઉપાય સહિતના સંદેશ આપતા હોય છે.

તાજેતરમાં જ એક વ્યક્તિની માનતા પૂરી થતા તેમ મોગલ ધામ આવ્યો હતો અને સાથે જ 21 હજાર રૂપિયા લાવ્યો હતો. જ્યારે તેણે આ રૂપિયા મણીધર બાપુને આપ્યા તો મણીધર બાપુએ તેને પૂછ્યું કે તેને શેની માનતા રાખી હતી. ગોકુલધામ થી આવેલા રમેશભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે તેનું એવું કામ માતાએ પૂરું કર્યું જે થવું અશક્ય હતું તેના કારણે તે આ રૂપિયા માતાજીના ચરણોમાં ચડાવવા ઈચ્છે છે.

મણીધર બાપુએ આ બધા જ રૂપિયા પરત કરી દીધા અને કહ્યું કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે અને આ પૈસા તમારી બહેનને આપી દેવામાં આવે.

Leave a Comment