માતા મોગલ માં જે લોકો શ્રદ્ધા ધરાવે છે તેઓ તેમને યાદ કરે એટલે તેના દુઃખ દૂર થઈ જાય છે. માતા મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોની પીડા અડધી થઈ જતી હોય છે. અત્યાર સુધીમાં માતા મોગલ ને માનતા રાખવાથી કરોડો લોકોના દુઃખ અને સમસ્યા દૂર થયા છે.
આવી જ રીતે એક યુવતી 30 હજાર રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા કબરાઉ આવી હતી. તેણે મણીધર બાપુના હાથમાં આ રૂપિયા આપ્યા. ક્યારે મળીશ બાપુએ તેને પૂછ્યું કે આ માનતા શેની છે. યુવતીએ જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી તેની બહેન ખૂબ જ બીમાર હતી.
તે કંઈ પણ ખાઈ પી શકતી નહીં અને તેને સતત ઉલટીઓ થતી જેના કારણે તે પલંગમાંથી ઉભી પણ થઈ શકતી નહીં. ડોક્ટરોને પણ બતાવ્યું અને દવા પણ કરી પરંતુ તેની તકલીફ દિવસેને દિવસે બધી રહી હતી.
તેવામાં તેણે માતા મોગલ ને પ્રાર્થના કરી કે તેની બહેન ની તબિયત સુધરી જાય. માનતા રાખ્યાના થોડા જ દિવસમાં તેની બહેન ની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને બે દિવસમાં તો તે પલંગમાંથી ઊભી થઈને હાલતી ચાલતી થઈ ગઈ. ત્યાર પછી તે કબરાઉ આવી અને ૩૦ હજાર રૂપિયા ધરાવીને માનતા પૂર્ણ કરી.
મણીધર બાપુએ તેના રૂપિયા હાથમાં લીધા અને તેની ઉપર એક રૂપિયો મૂકીને પરત કરી દીધા અને કહી દીધું કે માતાએ તેની માનતા 101 ગણિ સ્વીકારી છે.