અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. ઘણા ગંભીર અકસ્માતમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટનામાં બહેનોના લગ્નના એક દિવસ પહેલા ભાઈનું મોત થયાનું સામે આવ્યું છે. જે ઘરમાં લગ્ન ગીત ગવાઈ રહ્યા હતા તે ઘરમાં ભાઈના મરશિયા ગવાતા સમગ્ર પંથકમાં શોક ફરી વળ્યો હતો.
આ ઘટના બની હતી હરિયાણાના પાણીપત શહેરમાં. અહીં રવિવારે રાત્રિના સમયે અકસ્માત થયો હતો. બાઈક પર સવા ત્રણ યુવકો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણમાંથી એક યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યો. આ યુવક ના પરિવારને પણ તુરંત જ જાણ કરવામાં આવી.
આ ઘટના મામલે અશોકકુમાર નામના વ્યક્તિનો જણાવવું હતું કે તેઓ નબળી ગામના રહેવાસી હતા અને જે વ્યક્તિનું મૃત્યુ થયું તેની બે બહેનોના લગ્ન બીજા દિવસે થવાના હતા. સોમવારે લગ્ન હોવાથી તેઓ રવિવારે સાંજે કોઈ કામથી બહાર ગયા હતા અને રાત્રે પરત ફરી રહ્યા હતા.
જોકે ત્યારે તેમને અકસ્માત નળીઓ અને હિમાંશુ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. તેને બચાવવા માટે સારવાર મળે તે પહેલા જે તેણે અંતિમ શ્વાસ લીધા. બીજા દિવસે પિતરાઈ બહેનોના લગ્ન હતા અને આગલા દિવસે 18 વર્ષના ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું.
જોકે બાઈકને હાઇવે પર કોણે અર્થે લીધી અને અકસ્માત કેવી રીતે થયો તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી પોલીસે આમ લે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.