પ્રાંતિજના કાલુપુરમાં બિરાજે છે સ્વયંભૂ મહાકાળીમાં… દર્શન કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી

ભારતમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. તેમાંથી કેટલાક મંદિરો તેમના ચમત્કાર અને પરચાના કારણે ખૂબ જ જાણીતા છે. આજે તમને એક આવા જ મંદિર વિશે જણાવીએ. આ મંદિર આવેલું છે પ્રાંતિજ તાલુકાના કાલુપુરા ગામમાં. આ મંદિરમાં મહાકાળીમાં સ્વયંભુ બિરાજે છે. નવરાત્રીના દિવસો દરમિયાન અહીં ખાસ મેળાનું આયોજન થાય છે.

માતાજીનું પરચો છે કે આ ગામમાં રહેતો કોઈ પણ વ્યક્તિ દુઃખી નથી. અહીંનું દરેક ઘર સુખ સમૃદ્ધિથી ભરપૂર છે. માતાજીએ અહીંના લોકોને અનેક પરચા આપ્યા છે. એક વખત એક મહિલા ભક્તો નવરાત્રીના મેળામાં અહીં આવી હતી અને તેના પતિની સોનાની વીંટી ખોવાઈ ગઈ. ત્યારે મંદિરમાં જઈને મહિલાએ માનતા રાખી તો મેળામાંથી પણ તેના પતિની વીંટી તેના પરત મળી ગઈ.

ત્યારથી મહિલાને માતાજી પર શ્રદ્ધા બેઠી અને પોતાના દીકરા માટે સારી નોકરીની માનતા પણ તેણે રાખી. તે માનતા પર પૂરી થતાં મહિલા ફરીથી નવરાત્રિના મેળામાં અહીં દર્શન કરવા આવી હતી. આ મંદિર ખાતે સાતમા નોરતાનું ખૂબ જ મહત્વ હોય છે. સાતમા નોરતે અહીં રાત્રે 12:00 વાગે ખાસ પૂજા અને આરતી થાય છે

આ પૂજા અને આરતીમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા પહોંચે છે. આ આરતી અનોખી અને અલૌકિક હોય છે તેથી તેનો લાભ લેવા માટે દૂર દૂરથી લોકો આવે છે. અહીં આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેથી અહીં ભક્તો અનેક માનતાઓ પૂરી કરવા પણ આવે છે. આજ સુધીમાં માતાની માનતા થી ઘણા લોકોની મનની ઈચ્છા પૂરી થઈ છે.

Leave a Comment