કચ્છના કબરાઉ ધામ ખાતે માતા મોગલ હાજરાહજૂર બિરાજે છે. તેમના પરચા અપરંપાર છે અને અત્યાર સુધીમાં લાખો ભક્તોને તેમણે આ પરચા આપ્યા છે. કબરાઉ માં માતા મોગલ પાસે જે પણ માનતા રાખવામાં આવે છે તે પૂરી થાય છે. ઘણા લોકો તો અહીં એવા આવે છે જે વિદેશમાં રહેતા હોય પણ પોતાની માનતા પૂરી કરવા માટે ખાસ કબરાવ આવ્યા હોય.
હાલમાં જ અહીં એક વ્યક્તિ આવ્યા હતા. તેમનું એટલું મોટું કામ માતા મોગલ એ પાર પાડ્યું કે તેમની શ્રદ્ધા માતા મોગલ માં બમણી વધી ગઈ અને પછી તેમણે જે કર્યું તે જોઈને કબરાઉ આવેલા ભક્તો પણ ચોકી ગયા. આ ભાઈ પોતાની સાથે માતાજી માટે 13 તોલાનો સોનાનો હાર લઈને આવ્યા હતા. તેમણે આહાર માતાને ચડાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરી અને મણીધર બાપુને મળ્યા.
મણીધર બાપુને તેમણે વાત કરી. તેમને જણાવ્યું કે એક વર્ષ પહેલાં તેમનો 13 તોલાનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો.આટલો મોટો હાર ખોવાઈ જતા પરિવારના લોકો પણ ચિંતામાં મૂકી ગયા અને તેમણે ખૂબ જ શોધખોળ કરી.
પરંતુ સોનાનો હાર મળ્યો નહીં. દિવસો વીતતા ગયા પણ મનમાંથી સોનાના હારના વિચાર જતા ન હતા તેવામાં તેમણે માતા મોગલ ને યાદ કર્યા અને માનતા માની. તેમના આશ્ચર્ય વચ્ચે તેમને જે હાર ઘણા સમયથી મળી રહ્યો ન હતો તે ઘરમાંથી જ મળી આવ્યો.
ત્યારબાદ તેમણે આ સોનાના હાર માંથી જ માતાજી માટે સોનાના દાગીના કરાવ્યા અને તેને ચડાવવા માટે મોગલ ધામ પહોંચી ગયા.